Home / Business : Adani Total Gas gets approval for 20% more APM gas allocation, will help maintain retail gas prices for consumers

અદાણી ટોટલ ગેસને 20% વધુ એપીએમ ગેસ ફાળવણી માટે મળી મંજૂરી, ગ્રાહકો માટે ગેસના છૂટક ભાવ જાળવવામાં મદદ મળશે

અદાણી ટોટલ ગેસને 20% વધુ એપીએમ ગેસ ફાળવણી માટે મળી મંજૂરી, ગ્રાહકો માટે ગેસના છૂટક ભાવ જાળવવામાં મદદ મળશે

અદાણી ટોટલ ગેસ લિમિટેડે (એટીજીએલ) માટે વધુ એક સારા સમાચાર છે. સરકારે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી શહેર ગેસ વિતરકો માટે ઘરેલુ ગેસ ફાળવણીમાં વધારો કર્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડના એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ (એપીએમ) ગેસ ફાળવણીમાં 20% વધારાની મંજૂરી મળી ગઈ છે. આ નવી ફાળવણી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી અમલમાં આવશે. એપીએમમાં વધારાની આ ફાળવણી થતા કંપનીને વધુ રાહત થશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગત વર્ષે સરકારે શહેર ગેસ વિતરકો માટે ઘરેલુ ગેસ ફાળવણીમાં લગભગ 35% ઘટાડો કર્યો હતો. હવે ફાળવણીમાં આ વધારાથી આ કંપનીને મોટી રાહત મળશે. અગાઉ ફાળવણીમાં ઘટાડાને કારણે કંપનીઓના માર્જિન પર દબાણ વધ્યું હતું, જેના કારણે તેઓ સીએનજીના ભાવ વધારવાની જરૂરિયાત અનુભવી રહ્યા હતા.  

કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે નોડલ એજન્સી ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા આ વિશે જાણ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે આ વધારો કંપનીની સ્થિતિ મજબૂત બનાવશે અને અંતિમ ગ્રાહકો માટે ગેસના છૂટક ભાવ જાળવવામાં મદદ કરશે. કંપની દ્વારા એીએમ ગેસ ફાળવણીમાં વધારાની જાહેરાત બાદ શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગમાં એટીજીએલના શેરમાં 2% સુધીનો ઉછાળો આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, વેચાણ અને વોલ્યુમમાં વધારાને કારણે નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં અદાણી ટોટલ ગેસનો નફો 8% વધીને રૂ. 186 કરોડ થયો હતો, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 172 કરોડ હતો.  આ વધારો થયો છે.  

અદાણી ટોટલ ગેસ હાઇડ્રોજન મિશ્રિત કુદરતી ગેસ સાથે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયત્નો કરી રહી છે. તેનાથી આયાત પર નિર્ભરતા ઘટાડવા ઉપરાંત કુદરતી ગેસમાંથી થતા ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે. કંપની નેચરલ ગેસ લેન્ડસ્કેપમાં વૃદ્ધિના આગામી તબક્કાને આગળ ધપાવવા એમએસએમઇ અને ભારે પરિવહનના સેગમેન્ટ્સમાં તકો શોધે છે.

એટીજીએલ તેના ઓપ્ટિમાઇઝ્ડ ગેસ પોર્ટફોલિયો સાથે ગ્રાહકોની વિવિધ માંગને કોન્સોલિડેટ કરે છે. જેમાં ગ્રાહકોને અવિરત ગેસ સપ્લાય સહિત ખર્ચને સંતુલિત કરવા સ્પોટ, ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના કરાર વગેરેનો સમાવેશ થાય છે. 

ટેકનોલોજી, ડિજિટાઇઝેશન અને ડેટા એનાલિટિક્સ, નવા બિઝનેસ વેન્ચર્સ, ઇ-મોબિલિટી અને એલએનજી ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ માઇનિંગ (એલટીએમ) તેમજ વેલ્યુ એડેડ સર્વિસ આપવા એટીજીએલએ ભારે રોકાણ કર્યું છે. 

Related News

Icon