
Bank Holiday: હોળી-ધૂળેટીના તહેવારો હોવાથી ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જોકે, બેંકની બંધ તારીખ બદલાઈ શકે છે. આ પ્રસંગે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક રજાઓ વિશે માહિતી શેર કરી છે, RBIના નોટિફિકેશન મુજબ બેંકો ચાર દિવસ બંધ રહેશે. પરંતુ જુદા જુદા રાજ્યોમાં રજાઓ અલગ-અલગ હોય છે.
13 માર્ચે એટલે આજે હોળિકા દહન નિમિત્તે બેંકો બંધ રહેશે
13 માર્ચ, 2025ના રોજ હોલિકાને કારણે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે. આ હોળીની એક રાત પહેલાની ઘટના છે.
14 માર્ચે હોળી-ધૂળેટી પર બેંકો બંધ રહેશે
14 માર્ચ, 2025ના રોજ ધૂળેટીના લીધે ગુજરાત, ઓડિશા, ચંદીગઢ, સિક્કિમ, આસામ, હૈદરાબાદ (આંધ્રપ્રદેશ અને તેલંગાણા), અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન જમ્મુ, બંગાળ, મહારાષ્ટ્ર, નવી દિલ્હી,
ગોવા, બિહાર, છત્તીસગઢ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
15 માર્ચ (શનિવાર) – હોળી/ઓસાંગનો બીજો દિવસ 15 માર્ચ, 2025ના રોજ મહિનાનો ત્રીજો શનિવાર હોવાથી મોટાભાગની બેંકો ખુલ્લી રહેશે. ત્રિપુરા, ઓરિસ્સા અને મણિપુર જેવા કેટલાક રાજ્યોમાં 15 માર્ચ, 2025ના રોજ બેંક બંધ રહેશે.
બે દિવસ બેંકો બંધ રહેશે
ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં 13 અને 14 માર્ચે બે દિવસ બેંકો બંધ રહેશે. અન્ય રાજ્યોમાં સ્થાનિક રિવાજોના આધારે રજા હોઈ શકે છે.
બેંકિંગ સેવાઓ પર અસર
રાજ્યોમાં ભૌતિક બેંક શાખાઓ બંધ રહેશે, જ્યારે ઓનલાઈન બેંકિંગ, UPI વ્યવહારો અને ATM સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનથી લેવડ-દેવડ થશે
ચાર દિવસ બેંકો બંધ રહેવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ કોર બેંકિંગ, એટીએમ, નેટ બેંકિંગ અને ઓનલાઈન વ્યવહારો જેવી ઓનલાઈન સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. જો તમારે પૈસાની લેવડદેવડ કરવી હોય અથવા ચેક ક્લિયર કરાવવો હોય તો બેંક બંધ થાય તે પહેલાં તે કરો, નહીંતર તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ડિજિટલ સેવા અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા કાર્ય ચાલુ રહેશે.