Home / Business : Banks will remain closed on these days in April

એપ્રિલમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, બેંકિંગ કામ માટે જતા પહેલા જાણી લો

એપ્રિલમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, બેંકિંગ કામ માટે જતા પહેલા જાણી લો

આજથી 1 એપ્રિલ, 2025 સાથે નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. દર વર્ષે એક એપ્રિલના રોજ દેશભરની બેંકોમાં રજા હોય છે. RBIના નિયમો અનુસાર, નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ક્લોઝિંગ ઓફ એકાઉન્ટન્સનું ભારણ વધુ હોવાથી એક એપ્રિલના રોજ બેંકિંગ સેવાઓ બંધ રહે છે. જોકે, નેટ બેંકિંગ અને ડિજિટલ ટ્રાન્જેક્શનની સેવાઓ ચાલુ રહે છે. નવા નાણાકીય વર્ષ સાથે RBIએ નવું બેંક હોલીડે કેલેન્ડર પણ રજૂ કરી દીધું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાં બેંકો એપ્રિલ મહિનામાં કુલ 10 દિવસ બંધ રહેશે. જ્યારે દેશભરમાં વિકેન્ડ અને તહેવારની રજાઓને ગણતાં કુલ 16 દિવસ બેંકના કામકાજ બંધ રહેશે. જેથી બેંકના જરૂરી કામકાજ પૂરા કરતા પહેલા હોલીડે લિસ્ટ અવશ્ય ચકાસી લેવું.

એપ્રિલમાં આ તહેવારોની રજા

એપ્રિલમાં જુદા-જુદા રાજ્યોમાં જુદા-જુદા તહેવારોના કારણે સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા સમાવિષ્ટ છે. જેમાં મહાવીર જયંતિ, આંબેડકર જયંતિ, ગુડ ફ્રાઈડે, બોહાગ બિહૂ, બસવા જયંતિ, અને અક્ષય તૃતિયા જેવા તહેવારો સામેલ છે. આ સિવાય બાબુ જગજીવનરામ જયંતિ, સરહુલ, તમિલ ન્યૂ યર, હિમાચલ ડે, વિશુ, ચેઈરાઓબા, ગારિયા પુજા, અને પરશુરામ જયંતિ પણ સમાવિષ્ટ છે.

ગુજરાતમાં આ દિવસે બેંકો બંધ રહેશે

ગુજરાતમાં કુલ 10 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં 1 એપ્રિલે જાહેર રજા, 10 એપ્રિલે મહાવીર જયંતિ નિમિત્તે રજા રહેશે. 14 એપ્રિલે આંબેડકર જયંતિના કારણે બેંક બંધ રહેશે. બાદમાં 18 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે બેંકના કામકાજ બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર 12 એપ્રિલ, 26 એપ્રિલ ઉપરાંત 6 એપ્રિલ, 13 એપ્રિલ, 20 એપ્રિલ, 27 એપ્રિલે રવિવારની રજા રહેશે.

Related News

Icon