
તમારું ઘર ભાડે આપવું એ વધારાની આવક મેળવવા માટેની એક સરસ રીત છે. પરંતુ આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. ચાલો જાણીએ કે ભાડા પર ઘર આપતા પહેલા તમારે શું કરવું જોઈએ. મકાન ભાડે આપતા પહેલા, ભાડૂત વિશે માહિતી મેળવવાની સાથે કેટલીક અન્ય બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
ભાડૂતની માહિતી મેળવો
ભાડૂતનું નામ, સરનામું, બેકગ્રાઉન્ડ અને ગુનાહિત રેકોર્ડ વિશે જાણો. ભાડૂતના પરિવારના આધાર કાર્ડની નકલ લો અને પોલીસ સ્ટેશને જાણ કરો કે તે તમારા ઘરમાં રહે છે. જો તમે વિદ્યાર્થીઓને ભાડે રૂમ આપી રહ્યા છો, તો તેમના વિશે પણ બધી માહિતી મેળવી લો.
પોલીસ વેરિફિકેશન કરાવો
ભાડૂતનું પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. પોલીસ વેરિફિકેશન ફોર્મ સંબંધિત રાજ્યની પોલીસની વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે. જો તમે પોલીસ વેરિફિકેશન નહીં કરાવો તો તમારે દંડ પણ ભરવો પડી શકે છે.
લેખિત કરાર કરો
ભાડૂત સાથે એક લેખિત કરાર બનાવો જેમાં બંને પક્ષોના હિતોના રક્ષણ માટે નિયમો અને શરતોનો સમાવેશ થાય છે. જેમ કે, મકાનને કોઈ નુકસાન થાય તો ભાડૂત જવાબદાર રહેશે, કેટલા દિવસ પછી ભાડું વધશે અને વીજળીના મીટર અલગ રાખવામાં આવશે. નોટિસ અવધિ અનેભાડા કરાર પૂરો થવાની શરતોનો ઉલ્લેખ કરીને કરારમાં ટર્મિનેશન ક્લોઝ પણ શામેલ કરો. કરારની એક નકલ તમારી પાસે રાખો.
આ કરારમાં, ભાડાની શરતો, માસિક ભાડું, સિક્યોરિટી ડિપોઝિટ અને કરારની અવધિ નક્કી કરો. કરારમાં એ પણ નક્કી કરો કે જો ઘરમાં કોઈ નુકસાન થશે તો તેની જવાબદારી ભાડૂતની રહેશે. કરાર દર 11 મહિને રિન્યૂ કરવાનો રહેશે. ખર્ચની ગણતરી કરો. કોઈ લીક નથી તેની ખાતરી કરવા માટે બાથરૂમ અને પાણીના નળ તપાસો.
ઘરની સ્થિતિનું દસ્તાવેજીકરણ
ઘર ભાડે આપતા પહેલા તેની સ્થિતિનું દસ્તાવેજીકરણ કરવું મહત્ત્વપૂર્ણ છે. આ માટે ઘરના ફોટોગ્રાફ્સ અથવા વીડિયો શૂટ કરો, જેમાં ફર્નિચર, ઈલેક્ટ્રોનિક્સ, દિવાલોની સ્થિતિ વગેરે સ્પષ્ટ દેખાય. ભાડા ક્ર્રના અંતે કોઈપણ નુકસાનની સ્થિતિમાં આ દસ્તાવેજ તમને મદદરૂપ થશે.
સિક્યોરિટી ડિપોઝિટ
ભાડા પર મકાન આપતા પહેલા, સિક્યોરિટી ડિપોઝિટની રકમ નક્કી કરો. આ રકમ સામાન્ય રીતે એકથી ત્રણ મહિનાના ભાડા જેટલી હોય છે અને જો મકાનને કોઈ નુકસાન ન થયું હોય તો કરારના અંતે પરત કરવામાં આવે છે. સિક્યોરિટી ડિપોઝિટ એ ઘરને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવા માટે ભાડૂત દ્વારા આપવામાં આવતી ગેરંટી છે.