
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કર્યા બાદ વિશ્વમાં ટ્રેડ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. જેની અસર શેરબજારની સાથે સોના અને ચાંદીના ભાવ પર પડી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધે સોનાના બજારમાં હલચલ મચાવી દીધી છે. રોકાણકારોમાં ચિંતા વધી છે અને તેની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે.
અમેરિકા દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ 05 એપ્રિલ 2025 ના રોજ ચીને અમેરિકા પર વધારાનો 34% ટેરિફ લાદ્યો. આ નિર્ણય પછી, વેપાર યુદ્ધે વેગ પકડ્યો અને સોનાના ભાવ ઘટવા લાગ્યા. શનિવારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 83,990 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 91,630 રૂપિયા જોવા મળ્યો હતો.
અન્ય રાજ્યોમાં સોનાનો ભાવ શું છે?
શહેર | 22 કેરેટ | 24 કેરેટ | 18 કેરેટ |
ચેન્નાઈ | ₹8,310 | ₹9,066 | ₹6,845 |
મુંબઈ | ₹8,310 | ₹9,066 | ₹6,799 |
દિલ્હી | ₹8,325 | ₹9,081 | ₹6,812 |
કોલકાતા | ₹8,310 | ₹9,066 | ₹6,799 |
બેંગલુરુ | ₹8,310 | ₹9,066 | ₹6,799 |
હૈદરાબાદ | ₹8,310 | ₹9,066 | ₹6,799 |
કેરળ | ₹8,310 | ₹9,066 | ₹6,799 |
પૂણે | ₹8,310 | ₹9,066 | ₹6,799 |
ચાંદી પણ સસ્તી થઈ
માત્ર સોનું જ નહીં, ચાંદી પણ ભાવની દોડમાં પાછળ રહી ગઈ છે. આજે સવારે ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 98,900 રૂપિયા પ્રતિ કિલો થયો. આ ઘટાડો રોકાણકારોની બેચેની અને બજારમાં અનિશ્ચિતતા પણ દર્શાવે છે.
ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર, આયાત જકાત, કર અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જેવા અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. યુએસ ટેરિફ અને ચીનના પ્રતિભાવથી બજારો અસ્થિર થયા છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે.