Home / Business : Bitcoin's meteoric rise against global market

વૈશ્વિક બજારની ધીમી ગતિ સામે બિટકોઈનની હરણફાળ તેજી, પ્રોફિટ બુકિંગ બાદ નવી ઉંચાઈ હાંસિલ કરી

વૈશ્વિક બજારની ધીમી ગતિ સામે બિટકોઈનની હરણફાળ તેજી, પ્રોફિટ બુકિંગ બાદ નવી ઉંચાઈ હાંસિલ કરી

શેરબજાર, કિંમતી ધાતુ બજાર અને કોમોડિટી બજારમાં હાલ યર એન્ડિંગને કારણે રજાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તેજીનો જુવાળ ફાટી નીકળ્યો છે. છેલ્લા બે સપ્તાહ પહેલાં બિટકોઈન 1 લાખ ડોલરની સપાટી વટાવી ગયો હતો. ત્યારબાદ પ્રોફિટ બુકિંગના કારણે ઘટી 95000 ડોલર થયો હતો. જો કે, આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બિટકોઈન 106000 ડોલર ક્રોસ

બિટકોઈન છેલ્લા બે દિવસમાં આકર્ષક ઉછાળાના પગલે આજે 106448.25 ડોલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં તે 6 ટકા સુધી ઉછળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્પતિ બનતાં જ ક્રિપ્ટો માર્કેટ પ્રત્યે નરમ વલણ અને પોલિસીમાં અનેક સુધારાઓ થવાની શક્યતાઓ સાથે ક્રિપ્ટો રોકાણકારો ખરીદી વધારી રહ્યા છે.

ક્રિપ્ટો માર્કેટમાં આજે ટોચની બે કરન્સી બિટકોઈન અને ઈથેરિયમ સિવાય લગભગ તમામ જાણીતી ક્રિપ્ટોકરન્સીમાં મોટુ કરેક્શન જોવા મળ્યું છે. આ કરેક્શન પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ ગણાવી રહ્યા છે. ઈથેરિયમ આજે 0.64 ટકા ઉછળી 3899.25 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

 

 

Related News

Icon