
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025માં સંસદમાં દેશનું બજેટ રજૂ કરશે. આ બજેટથી આમ આદમી સહિત ઉદ્યોગ જગતના લોકોને ઘણી આશા છે. આમ આદમીને આશા છે કે તેમને ટેક્સના મોરચા પર રાહત મળશે. રિયલ એસ્ટેટ સહિત અન્ય સેક્ટરના લોકોને પણ આશા છે કે સરકાર ટેક્સમાં કાપ મુકશે.
આજે હલવા સેરેમની
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ પહેલા દર વર્ષે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આજે હલવા સેરેમનીનું આયોજન થશે. આ કાર્યક્રમ નાણાં મંત્રીની હાજરીમાં સાંજે 5 વાગ્યે નોર્થ બ્લોકમાં આયોજિત કરવામાં આવશે. દર વર્ષે બજેટની તૈયારીઓમાં લાગેલા અધિકારીઓની લોક-ઇન પ્રક્રિયા શરૂ થયા પહેલા પરંપરાગત હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે.