Home / Business / Budget 2025 : Budget 2025 These things got cheaper

Union Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળી રાહત, એક જ ક્લીકમાં વાંચો શું શું થયું સસ્તું

Union Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળી રાહત, એક જ ક્લીકમાં વાંચો શું શું થયું સસ્તું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ વખતે બજેટ 2025માં ઘણી મોટી જાહેરાતો કરી છે. આ વખતે બજેટમાં મધ્યમ વર્ગને રાહત મળી છે. નાણામંત્રીએ બજેટમાં વિવિધ ઉત્પાદનો અને સેવાઓ અંગે સરકારના નિર્ણયોની જાહેરાત કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ બજેટ દ્વારા સરકારે ઘણી વસ્તુઓ સસ્તી કરી છે. તો ચાલો તમને જણાવીએ બજેટ 2025માં શું સસ્તું થયું છે.

આ વસ્તુઓ સસ્તી થઈ

  • વણકરો દ્વારા વણાયેલા કપડાં સસ્તા થશે. ચામડાની બનેલી વસ્તુઓ સસ્તી થશે.
  • દરિયાઈ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી 30 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. 
  • ફ્રોઝન ફિશ પેસ્ટ પર કસ્ટમ ડ્યુટી 15થી ઘટાડીને 5 કરવામાં આવી.
  • જીવનરક્ષક દવાઓ સસ્તી થશે. 
  • કેન્સરની દવાઓ સસ્તી થશે. 
  • LED-LCD ટીવીના ભાવ ઘટશે. તેના પર લાદવામાં આવતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો. 
  • લિથિયમ આયન બેટરી સસ્તી થશે. EVની બેટરી સસ્તી થશે.
  • જીવનરક્ષક દવાઓના ભાવ ઘટશે. 6 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી.
  • કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 36 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી.
  • ચામડાની વસ્તુઓ સસ્તી થશે.
  • મોબાઈલ ફોન અને મોબાઈલની બેટરી સસ્તી થશે.
  • ઈલેક્ટ્રિક કાર સસ્તી થશે.
  • કપડાની વસ્તુઓ સસ્તી થશે.
  • સીસું, ઝીંક અને અન્ય 12 ખનિજો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિનો પ્રસ્તાવ.
  • જહાજ નિર્માણ માટેના કાચા માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આગામી 10 વર્ષ સુધી ચાલુ રહેશે.

 

 


Icon