યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એ ડિજિટલ પેમેન્ટની દુનિયામાં ક્રાંતિ લાવી છે. આની મદદથી તમે શાકભાજી ખરીદવાથી લઈને બિલ ભરવા સુધી બધું જ કરી શકો છો. ફંડ ટ્રાન્સફર પણ પળવારમાં થાય છે. રિઝર્વ બેંક (RBI) એ ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની સુવિધા પણ પૂરી પાડી છે. મતલબ કે તમે ફિઝિકલ કાર્ડ વિના પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

