
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના પટલ પર વર્તમાન સરકારનું ત્રીજું અને પહેલું પૂર્ણ બજેટ તથા પોતાનું 8મું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં કહ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ કરવામાં આવી છે. જે અગાઉ કિસાન ક્રેડિટ કાર્ડની મહત્તમ લિમિટ 2 લાખ રૂપિયા હતી. જેથી ખેડૂતોને સારો એવો લાભ મળશે.
આ પણ વાંચોઃ કોંગ્રેસ કાળમાં કેવી રીતે લાગુ થયો સર્વિસ ટેક્સ, જેમણે અમલ કરાવ્યો બની ગયા વડાપ્રધાન
કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધીને 5 લાખ
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાલનું સંપૂર્ણ બજેટ અને 8મું બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો કરીને 5 લાખ રૂપિયા કરી દીધા છે. જે અગાઉ કિસાન ક્રેડિટ કાર્ડની મહત્તમ મર્યાદા બે લાખ રૂપિયા હતી. જેથી ખેડૂતોને સારો એવો લાભ થશે
ખેડૂતો માટે સરકારે ખોલ્યો પટારો
નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ ધનધાન્ય કૃષી યોજનાની જાહેરાત કરી છે. તેણીએ કહ્યું કે, 100 જિલ્લામાં લો પ્રોડક્ટિવિટ પર ફોક્સ કરીને તેમાં સુધારો કરાશે. ઉત્પાદનમાં વધારો તથા સિંચાઈ સુવિધામાં વધારો કરાશે. નિર્મલા સિતારણમે કહ્યું કે, પ્રધાનમંત્રી ધનધાન્ય યોજના અંતર્ગત 1 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે. તેણીએ કહ્યું કે ખેડૂતોની પાસે ખેતીનું સામર્થ્ય છે. ખેડૂતોએ પાકનું ઉત્પાદન વધાર્યુ તથા સરકારે ખરીદીમાં મદદ કરી છે. અમારી સરકાર હવે કઠોળ, અડદ તથા દાળ પર ફોક્સ કરશે.
મખાના બોર્ડની સ્થાપ્ના થશે
નિર્મલા સીતારમણે કહ્યું કે, શાકભાજીનો ઉપયોગ વધી રહ્યો છે. ખેડૂતોને ફાયદાકારક કિંમતોને વધારતા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવશે. સહકારી સમિતીઓમાં વધારો કરાશે. બિહારમાં મખાના બોર્ડની સ્થાપ્ના કરાશે. આ બોર્ડ મખાના ખેડૂતો માટે સહાયતા ઉભી કરશે. વધુ ઉત્પાદન માટે બીયારણ મિશન શરૂ કરાશે. જે અંતર્ગત બીયારણના 100થી વધુ પ્રકાર ઉપલબ્ધ કરાવાશે. મત્સ્ય ઉદ્યોગમાં ભારત બીજા નંબરે છે. દરિયાઈ વસ્તુઓનું બજાર 60 હજાર કરોડ છે. અંદામાન અને નિકોબાર ટાપુ પર વિશેષ ધ્યાન આપીને સતત માછલીઓ પકડવા પર પ્રોત્સાહન અપાશે. સરકાર તરફથી કપાસ પકડવવા પર પ્રોત્સાહન અપાશે. જેથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે.