
Budget : કેન્દ્રીય બજેટ 2025માં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. પીએમ ધન ધ્યાન કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ રજૂ કરતી વખતે વિપક્ષે પહેલા મહાકુંભ અકસ્માત પર હોબાળો મચાવ્યો અને પછી ગૃહમાંથી વોકઆઉટ કર્યું. નાણામંત્રીનું બજેટ ભાષણ ચાલુ છે. જેમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. મોદી સરકારે આગામી સમયમાં એગ્રીકલ્ચરને જોર આપવા માટે મખાના ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે અલગથી મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે.
100 જિલ્લામાં ધન ધાન્ય યોજનાની શરૂઆત કરાશે.
ઓછી ઉપજવાળા જિલ્લાઓમાં ધનધાન્ય યોજના લાગુ કરાશે.
એગ્રી પ્રોગ્રામથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
મત્સ્ય ઉત્પાદનને વેગ આપવામાં આવશે.
દાળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પર જોર આપવામાં આવશે.
ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ અપાવવા પર જોર અપાશે.
પૂર્વીય ભારતમાં યુરિયા ઉત્પાદનનો પ્લાન્ટ સ્થપાશે.