
નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સરકારની યોજના ભારતીય ડાક વિભાગને 1.5 લાખ ગ્રામીણ પોસ્ટ ઓફિસને એક મોટા લોજિસ્ટિક્સ સંગઠનમાં બદલવાની છે. મંત્રીએ સતત પોતાના આઠમા બજેટને રજૂ કરતાં કહ્યું કે, ભારતીય પોસ્ટને 1.5 લાખ ગ્રામીણ ડાક ઘરોની સાથે એક મોટા સાર્વજનિક લોજિસ્ટિક સંગઠનમાં બદલવામાં આવશે. જે ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે ઉત્પ્રેરક બનશે. તેમણે આસામમાં 12.7 લાખ ટનની ક્ષમતાવાળા યુરિયા યુનિટ સ્થાપિત કરવાની સરકારની યોજના ભાષણમાં જાહેર કરી છે. આ સિવાય નાણામંત્રીએ રોકાણ તથા આવકની સીમા વધારવાની વાત કરી છે.
આ પણ વાંચોઃ બજેટમાં ખેડૂતો માટે લાભકારી નિર્ણય, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને થઈ 5 લાખ
ગ્રામ્ય વિસ્તારને મજબૂત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ્ય વિસ્તારને મહત્વ આપી રહી છે ત્યારે આ પોસ્ટ ઓફિસના ઢાંચામાં થયેલા બદલાવથી નવો લાભ મળશે. લોજિસ્ટિક વ્યવસ્થાથી ગ્રામ્ય અર્થતંત્ર વધુ સુદ્રઢ બનશે. જેથી ગ્રામ્ય વિસ્તારને અન્ય સુવિધાઓ પણ પોસ્ટ મારફતે ઝડપથી મળશે તેમ નાણામંત્રીના બજેટમાં કહેવામાં આવી રહ્યું છે.
શું છે વિગત?
નિર્મલા સીતારમણે કહ્યું કે, ગુણવતાપૂર્ણ ઉત્પાદનની સાથે સાથે એમએસએમઈની નિકાસમાં 45 ટકા ભાગીદારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 2014 બાદનું સતત 14મું બજેટ નાણામંત્રી નિર્મણા સીતારમણે રજૂ કરતાં કહ્યું કે, સરકાર એમએસએમઈની ગરંટી કવર વધારશે. ગ્રામ્ય અર્થવ્યવસ્થા વિષે સીતારમણે કહ્યું કે, કેન્દ્ર રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને ઋણ પરિચાલન માટે સહાયતા કરશે.