લોકસભામાં વર્ષ 2025-26નું બજેટ ભાષણ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારૂ ફોકસ GYAN પર છે. GYANનો અર્થ-ગરીબ,યુવા,અન્નદાતા અને નારી શક્તિ.નાણાંમંત્રીએ કહ્યું કે 10 વર્ષમાં અમે બહુમુખી વિકાસ કર્યો છે. આ બજેટ 2025 ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તદુપરાંત એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ, નિકાસ પર પણ સુધારા જાહેર કરાશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 36 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરવામાં આવશે. ગંભીર બીમારીઓની દવાઓ કસ્ટમ ફ્રી થશે. નાણામંત્રીએ કહ્યું કે રેર ડિસિસથી પીડિત લોકો માટે દવા પુરી રીતે કસ્ટમ ફ્રી કરવામાં આવશે.

