
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટનું ભાષણ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે નાણાંમંત્રીના રૂપમાં સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું છે. બજેટમાં આમ આદમીને રાહત મળવાની આશા છે.
બજેટમાં સીતારમણની મોટી જાહેરાત
- નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવતા અઠવાડિયે નવું ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવશે.
- MSME માટે લોન 5 કરોડથી વધારીને 10 કરોડ
- ડેરી અને ફિશરિં માટે 5 લાખ સુધીની લોન
- આસામના નામરૂપમાં યૂરિયા પ્લાન્ટ લાગશે
- સ્ટાર્ટઅપ માટે 10 હજાર કરોડનું ફંડ
- લેધર સ્કીમથી 22 લાખ લોકોને રોજગાર
- ભારતને રમકડાનું હબ બનાવીશું, રમકડા માટે રાષ્ટ્રીય યોજનાનું નિર્માણ
નાણાંમંત્રીનું બજેટ ભાષણ
સંસદમાં નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટ ભાષણની શરૂઆત પહેલા જ કુંભના મુદ્દા પર સમાજવાદી પાર્ટીના સાંસદોએ હંગામો કર્યો હતો અને તે બાદ સદનમાંથી વોકાઆઉટ કર્યું હતું.