Home / Business / Budget 2025 : Union Budget 2025 Nirmal Sitharaman's announcement

Union Budget 2025: નાણામંત્રીના બજેટ ભાષણની મુખ્ય વાતો, અત્યાર સુધીમાં કરી આ મોટી જાહેરાતો

Union Budget 2025: નાણામંત્રીના બજેટ ભાષણની મુખ્ય વાતો, અત્યાર સુધીમાં કરી આ મોટી જાહેરાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આ સાથે તેમણે સતત 8મું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ચાલો જાણીએ આ બજેટ ભાષણ મુખ્ય મુદ્દાઓ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સીતારમણના બજેટ ભાષણના મુખ્ય મુદ્દાઓ

  • ભારતના પરંપરાગત કપાસ ઉદ્યોગને પ્રોત્સાહન.
  • કપાસના ઉત્પાદન પર 5 વર્ષ માટે સરકારનું ફોકસ.
  • પીએમ ધન્ય ધાન્ય યોજના લાવશે. 100 જિલ્લાઓને લાભ મળશે
  • કપાસના ઉત્પાદન અને માર્કેટિંગ પર ફોકસ.
  • કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી.
  • યુવાનોને રોજગાર આપવા પર પ્રાથમિકતા.
  • માછીમારો માટે ખાસ આર્થિક વ્યવસ્થા.
  • કર, ઉર્જા અને શહેરી વિકાસ પર ફોકસ.
  • ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા શક્તિ પર ફોકસ.

બજેટમાં સીતારમણની મોટી જાહેરાતો

  • MSME માટે લોન 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
  • ડેરી અને મત્સ્યઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન.
  • આસામના નામરૂપમાં 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતા યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
  • પૂર્વીય ક્ષેત્રમાં ત્રણ બંધ યુરિયા પ્લાન્ટ ફરીથી ખોલવામાં આવ્યા.
  • સ્ટાર્ટ અપ માટે 10 હજાર કરોડનું ભંડોળ.
  • લેધર સ્કીમથી 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવશે.
  • ભારતને રમકડાનું કેન્દ્ર બનાવાશે.
  • રમકડા માટે રાષ્ટ્રીય યોજનાની રચના.
  • આગામી 6 વર્ષ માટે મસૂર અને તુવેર જેવી ડાળનું ઉત્પાદન વધારવા પર ફોકસ.
  • કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, જે દેશના કાપડ વ્યવસાયને મજબૂત બનાવશે.
  • બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે.
  • નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ, પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.
  • 1 કરોડ ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષા મળશે.
  • જળ જીવન મિશન 2028 સુધી લંબાવવામાં આવશે.
  • IITમાં 6500 સીટો વધારવામાં આવશે
  • 3 AI સેન્ટર ખોલવામાં આવશે. AI શિક્ષણ માટે 500 કરોડ રૂપિયાનું બજેટ.
  • 5 વર્ષમાં મેડિકલમાં 7500 સીટો વધારવામાં આવશે.
  • બિહારમાં 3 નવા એરપોર્ટ બનાવવામાં આવશે.
  • ઉડાન યોજના સાથે 100 નવા શહેરો જોડાશે.
  • 120 નવી જગ્યાઓ માટે ઉડાન યોજનાની જાહેરાત.
  • લાંબા સમયથી અટવાયેલા 50 હજાર ઘરોનું નિર્માણ કરવામાં આવશે.
  • 50 પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
  • મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • વિઝા નિયમો હળવા કરવામાં આવશે.
  • જ્ઞાન ભારતમ મિશન શરૂ કરવામાં આવશે.
  • આવતા અઠવાડિયે નવું ઈન્કમ ટેક્સ બિલ આવશે.
  • તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટરો ખોલવામાં આવશે.
  • 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત કરવામાં આવશે.
  • આગામી 5 વર્ષમાં SC, ST મહિલા ઉદ્યોગસાહસિકો માટે 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન સાથે એક નવી યોજના શરૂ કરવામાં આવશે.
  • વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા વધારવામાં આવી.
  • તમામ સરકારી હોસ્પિટલોમાં ડે કેર સેન્ટર ખોલવામાં આવશે.
  • પટના IIT ના છાત્રાલયનું વિસ્તરણ કરવામાં આવશે.
  • 6 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી.
  • 36 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી.
  • LED-LCD ટીવીના ભાવ ઘટશે. EV અને મોબાઈલ બેટરી સસ્તી થશે. 
  • લિથિયમ આયન બેટરી સસ્તી થશે.
  • વણકરો દ્વારા વણાયેલા કપડા સસ્તા થશે. ચામડાની વસ્તુઓ સસ્તી થશે.
  • દરિયાઈ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી 30 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી.
  • ફ્રોઝન ફિશ પેસ્ટ પર કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી.
  • સિનીયર સિટીઝનને ટેક્સ પર છૂટ ડબલ કરવામાં આવી.
  • ટીડીએસ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી.
  • 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
  • 20,00 કરોડના ખર્ચે નાના, મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઊર્જા મિશનની સ્થાપના કરવામાં આવશે.
  • 2047 સુધીમાં ઓછામાં ઓછા 100 GW પરમાણુ ઉર્જાનો વિકાસ.

Icon