Home / Business : Caution! Do you also have a Rs. 200 currency note? lot of fake notes

સાવધાન! શું તમારી પાસે પણ Rs. 200ની ચલણી નોટ છે? માર્કેટમાં ફરી રહી છે અઢળક નકલી નોટ, ખરાઈ કરવું પણ બનશે મુશ્કેલ

સાવધાન! શું તમારી પાસે પણ Rs. 200ની ચલણી નોટ છે? માર્કેટમાં ફરી રહી છે અઢળક નકલી નોટ, ખરાઈ કરવું પણ બનશે મુશ્કેલ

નકલી ચલણી નાણું મોટી ચિંતાનો વિષય છે. હાલમાં જ દેશભરમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે. લોકો તેમની પાસે રહેલી ₹ 200 ની નોટો વિશે ચિંતિત છે. તેઓ ઘરે જઈ તપાસ કરી રહ્યા છે કે તેમની પાસે કેટલી 200ની નોટો છે. જો તમારી પાસે ₹200 ની નોટ છે, તો તમારે આ જાણવું જોઈએ. નહિંતર, છેતરાઈ જવાનો ભય રહે છે. કેન્દ્ર સરકારે નકલી નોટો રોકવા અને વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવા માટે નોટબંધી લાગુ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરંતુ કોઈ હેતુ સિદ્ધ થયો નહીં. નકલી નોટો પણ નવી જારી કરાયેલી નોટોની નકલ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ ₹500 ની નકલી નોટો મળી આવી છે. હવે ₹200 ની નોટો પણ નકલી સ્વરૂપમાં છાપવામાં આવી રહી છે. તેલંગાણાના નિર્મલ જિલ્લામાં નકલી ચલણી નોટોને લઈને હોબાળો મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી, આ જિલ્લાના વેપારીઓ ₹ 200 ની નોટોથી ડરી રહ્યા છે. તેઓ પૈસા ન હોવાના બહાના બનાવીને ગ્રાહકને પાછા જવા દે છે.  કઈ ₹200 ની નોટ અસલી છે અને કઈ નકલી છે તે કહેવું મુશ્કેલ છે.

લોકો 200 રૂપિયાની નોટ જૉઇ ડરી જાય છે, તેમણે આશંકા છે કે તેમના હઅહમાં આવેલી 200 રૂપિયાની નોટ કદાચ નકલી આવી ગઈ તો.  જાડા, ભારે કાગળ પર કલર ઝેરોક્ષ કરાવી ઠગ નકલી નોટો  છાપી રહ્યા છે. જએ બિલકુલ અસલ જેવી જ દેખાય છે. ખબર નથી કે આ કોણ છાપી રહ્યું છે. આ નોટો દિવસેને દિવસે વધી રહી છે. જો તમે થોડા સમય માટે ધ્યાનથી ન જુઓ, તો તેમને નકલી તરીકે ઓળખવા મુશ્કેલ બની જાય છે. એટલા માટે આ નોટો જિલ્લામાં ખળભળાટ મચાવી રહી છે.

આજકાલ જો કોઈ પણ વસ્તુની કિંમત વધારે હોય, તો તેઓ તેને ખરીદે છે અને તેના માટે ₹200 ની નકલી નોટ આપે છે. તેઓ પૈસા લઈ જાય છે અને ગાયબ થઈ જાય છે. જો તેઓ ગયા પછી, કોઈ નકલી નોટ ઓળખી લે, તો છેતરપિંડીનો ખુલાસો થાય છે.

Related News

Icon