Home / Business : Don't line up for petrol-diesel and gas, there is enough stock: IOCL clarifies

પેટ્રોલ-ડીઝલ અને ગેસ માટે લાઇન ન લગાવો, પૂરતો સ્ટોક છે: IOCLની સ્પષ્ટતા

પેટ્રોલ-ડીઝલ અને ગેસ માટે લાઇન ન લગાવો, પૂરતો સ્ટોક છે:  IOCLની સ્પષ્ટતા
પાકિસ્તાન સાથે ચાલી રહેલા ભારે તણાવને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલે દેશવાસીઓને પેટ્રોલ, ડીઝલ અને ગેસ અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે પૂરતો સ્ટોક છે. કંપનીએ કહ્યું કે જેમ તમે સામાન્ય રીતે અમારી સેવાઓનો લાભ લઈ રહ્યા છો, તેમ જ લેતા રહો. ગભરાવાની કોઈ જરૂર નથી. ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરાયેલા આ સંદેશ બાદ લોકોના મનમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ રહેશે નહીં.
 
શાંત રહો અને બિનજરૂરી ભીડ ટાળો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપેલા પોતાના સંદેશમાં ઈન્ડિયન ઓઈલે જણાવ્યું કે તેમની પાસે આખા દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક છે અને અમારી સપ્લાય ચેન સરળતાથી ચાલી રહી છે. ગભરાઈને ખરીદી કરવાની કોઈ જરૂર નથી. અમારા તમામ આઉટલેટ પર ઈંધણ અને LPG સરળતાથી ઉપલબ્ધ છે. શાંત રહીને અને બિનજરૂરી ભીડ ટાળો. અમને તમારી વધુ સારી સેવા કરવામાં મદદ કરો. આનાથી અમારી સપ્લાય ચેન નિર્વિઘ્ને ચાલતી રહેશે અને બધા માટે ઈંધણની નિર્વિઘ્ન પહોંચ સુનિશ્ચિત થશે.
 
કંપનીએ કેમ આવું કહેવું પડ્યું?
સોશિયલ મીડિયા પર પોસ્ટ અને વીડિયોનો મારો ચાલી રહ્યો છે, જેમાં લોકોને ઈંધણ ખરીદવા માટે પેટ્રોલ પંપોની બહાર લાઈનોમાં ઊભેલા બતાવવામાં આવ્યા. અને આજ કારણથી ઈન્ડિયન ઓઈલે દેશવાસીઓ માટે આ સંદેશ ત્યારે આપવો પડ્યો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. હાલમાં બંને તરફથી હુમલાઓ થઈ રહ્યા છે અને જવાબી કાર્યવાહી પણ ચાલી રહી છે.

ઈન્ડિયન ઓઈલની વિશાળતા અને ક્ષમતા
ઈન્ડિયન ઓઈલની વિશાળતા અને ક્ષમતાનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે સરકારે તેને મહારત્નનો દરજ્જો આપ્યો છે. ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના માર્કેટિંગમાં તેનો કુલ હિસ્સો 47% છે. ભારતની કુલ 19 ઓઈલ રિફાઈનરીઓમાંથી 10 ઈન્ડિયન ઓઈલના માલિકી હેઠળ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon