
અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ, એલોન મસ્કએ પીએમ મોદીને 2024ની લોકસભા ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટેસ્લાના વડા એલોન મસ્કે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં વિજય માટે નરેન્દ્ર મોદીને અભિનંદન. અમારી કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે.
તેમનું ટ્વીટ સ્પષ્ટ દર્શાવે છે કે એલોન મસ્કની કંપનીઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવા તૈયાર છે. તે જ સમયે, એલોન મસ્ક થોડા દિવસો પહેલા ભારતની મુલાકાતે જવાના હતા પરંતુ અંતિમ ક્ષણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.
https://twitter.com/elonmusk/status/1799119259177488540
મસ્ક ગયા વર્ષે યુએસમાં પીએમ મોદીને મળ્યા હતા
ગયા વર્ષે જૂનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે એલોન મસ્ક તેમને ત્યાં મળ્યા હતા. આ દરમિયાન પોતાને મોદીના પ્રશંસક ગણાવતા મસ્કે કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં રોકાણ કરશે. તે $24,000ની કિંમતની EVsનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી ખોલવામાં રસ ધરાવે છે.
એલોન મસ્કે 2019ની શરૂઆતમાં ભારતમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ રસ દર્શાવ્યો હતો. જો કે, તેમણે ઊંચા આયાત કર અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ભારત સરકાર સ્પષ્ટપણે કહે છે કે જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો રાહતો પર વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીની બનાવટની કાર વેચવાની પરવાનગી આપી નથી. સરકારે એલોન મસ્કની કંપનીને દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા કહ્યું હતું જેથી સ્થાનિક વેચાણ અને નિકાસ માટે ઉત્પાદન કરી શકાય.
'તુલસીભાઈ' એ પણ પીએમને અભિનંદન પાઠવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સામાન્ય ચૂંટણીમાં તેમની જીત પર વૈશ્વિક નેતાઓ તરફથી અભિનંદન સંદેશાઓ મળવાનું ચાલુ છે. આ ક્રમમાં 'તુલસીભાઈ' (ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ) એ પણ પીએમને અભિનંદન પાઠવ્યા છે. આ અંગે મોદીએ તેમનો આભાર પણ માન્યો છે. હકીકતમાં, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ 2022માં ગુજરાતમાં આયોજિત 'ગ્લોબલ આયુષ રોકાણ અને નવીનતા પરિષદ'માં ભાગ લેવા આવ્યા હતા, ત્યારે તેમણે પીએમ મોદીને પોતાના માટે ગુજરાતી નામ રાખવાની વિનંતી કરી હતી.
https://twitter.com/DrTedros/status/1798461370167591017
તેના પર પીએમએ કહ્યું હતું કે એક ગુજરાતી તરીકે હું તમને તુલસીભાઈ કહીશ. સામાન્ય ચૂંટણીમાં મોદીની જીત બાદ WHO ચીફે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટવા બદલ અભિનંદન." હું "સૌ માટે સ્વાસ્થ્ય" માટે WHO અને ભારત વચ્ચે સતત ગાઢ સહયોગની આશા રાખું છું.