
રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોનું હવે ફરી નીચેની તરફ આવી રહ્યું છે. શનિવારે, એટલે કે 24 મેના રોજ, સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો. આ ઘટાડાથી ગ્રાહકોના ચહેરા પર સ્મિત પાછું ફરી રહ્યું છે. શનિવારે સોનું ઘટીને 96,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. આ કિંમત એક દિવસ પહેલાં, એટલે કે 23 મેના રોજ, 96,340 રૂપિયા હતી. એટલે કે એક દિવસમાં સોનાની કિંમતમાં માત્ર 60 રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી તરફ, ચાંદીની વાત કરીએ તો, તે આજે નજીવી વૃદ્ધિ સાથે 98,230 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. 23 મેના રોજ ચાંદીની કિંમત 98,185 રૂપિયા પ્રતિ કિલો હતી.
IBAના ડેટા અનુસાર, આજે 22 કેરેટ સોનાનો ભાવ 89,779 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. પેટીએમ પર એક ગ્રામ સોનાની કિંમત 24 મેના રોજ 10,036.72 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ના આંકડા અનુસાર, સોનું 96,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 97,935 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. આ ઉછાળો અમેરિકાની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા અને નબળા અમેરિકન ડોલરને કારણે છે. છેલ્લા એક વર્ષમાં સોનાની કિંમતોમાં લગભગ 30%નો વધારો થયો છે. 2001થી સોનું દર વર્ષે સરેરાશ 15% રિટર્ન આપી રહ્યું છે. 1995થી અત્યાર સુધી સોનું ફુગાવાને 2-4%થી વધુ માત આપી રહ્યું છે.
તમારા શહેરમાં શું છે ભાવ ?
શહેર
|
સોનું (બુલિયન) (₹/10 ગ્રામ)
|
MCX સોનું (₹/10 ગ્રામ)
|
ચાંદી (બુલિયન) (₹/કિલો)
|
MCX ચાંદી 999 (₹/કિલો)
|
---|---|---|---|---|
મુંબઈ
|
96,680
|
96,400
|
98,060
|
98,000
|
ચેન્નાઈ
|
96,960
|
96,400
|
98,340
|
98,000
|
કોલકાતા
|
96,550
|
96,400
|
97,930
|
98,000
|
હૈદરાબાદ
|
96,830
|
96,400
|
98,210
|
98,000
|
બેંગલુરુ
|
96,760
|
96,400
|
98,130
|
98,000
|
નવી દિલ્હી
|
96,510
|
96,400
|
97,890
|
98,000
|