સોનાનું ખનનનું કામ કરતી કંપની સોલિડકોર રિસોર્સિસના સીઈઓ વાઈટલી નેસિસે સોનાના ભાવ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે. તેમના મતે, આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં મોટી ઘટ આવી શકે છે. નોંધનીય છે કે સોલિડકોર રિસોર્સિસ કઝાકિસ્તાનની કંપની છે, જે મુખ્યત્વે સોનાના ખનનનું કામ કરે છે અને અસ્તાના ઇન્ટરનૅશનલ એક્સચેન્જમાં લિસ્ટેડ છે. તેની પાસે બે ઉત્પાદન ગોલ્ડ માઇન્સ અને એક સારો ગ્રોથ પ્રોજેક્ટ પણ છે.
સોનાના ભાવ કેટલા ઘટશે?
સીઈઓ નેસિસે જણાવ્યું કે તેમને લાગે છે કે આગામી વર્ષે સોનાનો ભાવ 2,500 ડૉલર સુધી ઘટી શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે જૂના સ્તર એટલે કે 1,800-1,900 ડૉલર સુધી ભાવ પાછા નહીં જાય, પરંતુ હાલની ઝડપી તેજી થોડી વધારે દેખાઈ રહી છે. આ હિસાબે સોનાના ભાવમાં 24.6 ટકાનો ઘટાડો આવી શકે છે, એટલે કે 10 ગ્રામ દીઠ 21,970 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

સોનું શા માટે મહત્ત્વનું?
પરંપરાગત રીતે સોનું રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના સમયે સુરક્ષિત રોકાણ ગણાય છે. આ વર્ષે અત્યાર સુધી સોનાના ભાવમાં લગભગ 26 ટકાનો વધારો થયો છે, કારણ કે અમેરિકન ટેરિફને લીધે મંદીનો ડર રહ્યો હતો. ગત મંગળવારે સોનાએ 3,500.05 ડૉલરની રેકૉર્ડ ઉચ્ચ સપાટી પણ હાંસલ કરી હતી.

આજે સોનાનો ભાવ શું છે?
જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની વેબસાઈટ મુજબ, આજે 24 કેરેટ સોનાનો ભાવ 98,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 90,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.