કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત 53 ટકાથી વધી 55 ટકા થશે. અગાઉ જુલાઈ, 2024માં ભથ્થુ 3 ટકા વધારવામાં આવ્યું હતું.

