
નવી સિઝન શરૂ થતા જ ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. નવી સિઝનમાં ખાદ્યતેલના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાદ્યતેલમાં દેશી સિંગ તેલ, કપાસિયા તેલ અને સનફ્લાવર તેલમાં ઘટાડો જોવા મળ્યો છે.
નવી સિઝનમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં દેશી સિંગતેલ, કપાસિયા તેલ અને સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સાથે ઈમ્પોર્ટ તેલ પામોલિનના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો આ તરડ સોયાબીન તેલ, કપાસિયા તેલ સાથોસાથ ભાવમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. આ નવી સિઝનમાં સિંગ તેલનો વપરાશ વધ્યો છે, પરંતુ મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતા સિંગતેલના ભાવ સામાન્ય જળવાઈ રહ્યા છે.
આગામી સમયમાં ખાધ્ય તેલોના ભાવ સ્થિર રહે તેવી પરિસ્થિતિ જોવા મળી છે. હાલ,
સિંગતેલનો ભાવ: રૂ.2350 થી 2450
કપાસિયાતેલનો ભાવ: રૂ.2200 થી 2300
પામોલિનતેલનો ભાવ: રૂ.2200
સોયાબીનતેલનો ભાવ: રૂ.2120 થી 2150