સરકાર નવી યુનિવર્સલ પેન્શન યોજના પર કામ કરી રહી છે. અસંગઠિત ક્ષેત્ર (Unorganised Sector) સહિત તમામ ભારતીયોને આ પેન્શન યોજનાનો લાભ મળશે. હાલમાં, બાંધકામ સાથે સંકળાયેલા કામદારો, ઘરેલું કર્મચારીઓ અને રોજમદાર જેવા અસંગઠિત ક્ષેત્રના લોકો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મોટી બચત યોજનાઓનો લાભ નથી મેળવી શકતા. એવામાં હવે શ્રમ મંત્રાલયના સૂત્રોના હવાલાથી મળતી જાણકારી અનુસાર આ નવી યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ તમામ પગારદાર કર્મચારીઓ અને વ્યવસાય કરતા લોકોને મળશે.

