Home / Business : Has your CIBIL score deteriorated without using a credit card? Know this rule

ક્રેડિટ કાર્ડના ઉપયોગ વગર સિબિલ સ્કોર ખરાબ થયો છે? જાણી લો આ નિયમ

ક્રેડિટ કાર્ડના ઉપયોગ વગર સિબિલ સ્કોર ખરાબ થયો છે? જાણી લો આ નિયમ

તમારી સાથે પણ એવું થયું હશે કે, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના તમારી ક્રેડિટ ખરાબ થઈ હોય. એનો અર્થ એ કે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કર્યા વિના પણ તમારે ઘણો ચાર્જ આપવો પડ્યો હશે. પરંતુ હવે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ક્રેડિટ કાર્ડ સાથે સબંધિત RBIના બે નિયમો તમારી મુશ્કેલી દૂર કરી દેશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બૅન્કે 30 દિવસની અંદર બંધ કરવું પડશે ક્રેડિટ કાર્ડ

બૅન્કે તમને ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી દીધું. તમને દુનિયાભરની ઓફરની લાલચ આપીને અથવા એક ક્રેડિટ કાર્ડ ઉપર બીજું ક્રેડિટ કાર્ડ આપીને. કોઈપણ રીતે તમને ક્રેડિટ કાર્ડ આપી દીધું. હવે જો તમે તેનો ઉપયોગ નહીં કરો, તો બૅન્કે તેને 30 દિવસની અંદર બંધ કરવું પડશે. જો તમે તે કાર્ડ એક્ટિવેટ ન કરો તો તેને બંધ કરવાની જવાબદારી બૅન્કની છે અને તે પણ કોઈપણ ચાર્જ વિના. તમે નોટિસ કર્યું હશે કે તમારી પાસે કાર્ડ આવતાંની સાથે જ કસ્ટમર કેરવાળા તમને ફોન કરે છે અને પહેલા તમને લેવડ-દેવડ વિશે માહિતી આપે છે. RBI એ આ અંગે બૅન્કો અને NBFCને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે, આ કોઈ નવો નિયમ પણ નથી. આનો અર્થ એ છે કે ઘણા વર્ષોથી આ વ્યવસ્થા છે.

365 દિવસથી ઉપર નહીં

RBIનો બીજો એક નિયમ જે તમારા માટે ઉપયોગી છે. માનો કે તમારી પાસે એક ક્રેડિટ કાર્ડ છે જેનો ઉપયોગ તમે ક્યારેક-ક્યારેક કરતા હતા. પરંતુ હવે 365 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને તે કાર્ડ પર કોઈ વ્યવહાર નથી થયો, તો બૅન્કે તે કાર્ડ બંધ કરવું પડશે. જોકે, તે આપોઆપ નહીં થાય. બૅન્ક તમને ફોન કરીને અથવા ઈમેઇલ કરીને આ વિશે જાણ કરશે. બંધ કરવાની વાત કહેશે. જો કાર્ડ પર કોઈ બાકી રકમ હશે, તો તે તમને તે ચૂકવવા પણ કહેશે. ઉદાહરણ તરીકે, વાર્ષિક ફી અથવા અન્ય કોઈ બાકી રકમ. હવે તે તમારી મરજીની વાત છે. તે બાકી રકમ ચૂકવો અને કાર્ડ બંધ કરો. અથવા કોઈપણ એક વ્યવહાર કરો. આ નિયમ પહેલાથી જ છે.

પરંતુ સતત એવા મામલા સામે આવે છે જ્યારે બૅન્કો કાર્ડ બંધ કરતી નથી અને તેના પર ચાર્જ લગાવતી રહે છે. જો તમારી સાથે આવું કંઈક થાય છે તો RBI Ombudsmanમાં ફરિયાદ કરો. 

 

Related News

Icon