Home / Business : How to authenticate notice issued by the Income Tax Department

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે કોઈએ ખોટી નોટિસ તો નથી મોકલીને, આ રીતે કરો ચેક

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે કોઈએ ખોટી નોટિસ તો નથી મોકલીને, આ રીતે કરો ચેક

તમારા રિટર્નમાં ખામી હોવાનું જણાવી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે કેટલીક ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ કરદાતાઓને નોટિસ આપતા હોવાનું જોવા મળે છે. સામાન્ય રીતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ જોઈને કરદાતાના મોતિયા મરી જતાં હોય છે. વાસ્તવમાં કરદાતાએ ડરી જવાની જરૂર નથી. તેમણે તે નોટિસ સાચી છે કે ખોટી તે અંગે પહેલે ખરાઈ કરી લેવી જોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજકાલ ઈન્કમટેક્સના નામે બોગસ વ્યક્તિઓ દ્વારા નોટિસ પાઠવી દેવાની ઘટનાઓ બનતી હોય છે. તેથી જ કરદાતાઓને મળેલી નોટિસ સાચી છે કે નહીં તેની ચકાસણી કરવી ફરજિયાત બની ગઈ છે. 

જેના માટે સૌ પ્રથમ તો કરદાતાઓએ નોટિસ કયા ઈ-મેઈલ આઈડી પરથી મોકલવામાં આવી છે. તે ચકાસી લેવું જોઈએ. ત્યારબાદ જે તે ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જઈને નોટિસની ખરાઈ કરી શકાય છે. 

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મેઈલ પણ મોકલે છે  

સામાન્ય રીતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવતી નોટિસ જો મેઈલ પરથી આવી હોય તો મેઈલ આઈડીમાં incometax.gov.in લખેલું હોય જ છે. આ સિવાયનું કોઈ લખાણ તેમાં જોવા મળે તો તે નોટિસને શંકાની નજરથી જોઈ શકાય છે.

ત્યારબાદ વધુ ચોકસાઈ કરવા માટે તમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જઈને તે નોટિસ સાચી છે કે નહીં તે જોઈ શકો છો.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર ડાબી તરફ ક્વિક લિન્કમાં જઈને ક્લિક કરશો તો તમને ઓથેન્ટિકેટ નોટિસ કે ઓર્ડરનું લખાણ જોવા મળશે. આ વિભાગમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી નોટિસ કે ઓર્ડરની વિગતો જોવા મળી શકે છે.

ઈન્કમટેક્સ નોટિસ કે ઓર્ડરની ખરાઈ કેમ કરવી?

  • સૌથી પહેલા ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જઈને તમારે તમારો પાનકાર્ડ નંબર નાખવાનો રહેશે
  • તમે પાન નંબર નાખશો અને આકારણી વર્ષ ટાઈપ કરશો કે પછી મોબાઈલ નંબર નાખશો તો તે તમને નોટિસ કે ઓર્ડર કઈ તારીખે ઈશ્યુ કરવામાં આવેલ છે તે જોવા મળશે
  • તમારી પાસે ડોક્યુમેન્ટનો નંબર હોય તો તમે ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર નાખી શકો.
  • આમ કરવાથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે
  • આ OTP નાખીને સબમિટ કરવો પડશે
  • કોઈપણ નોટિસ નહીં આપવામાં આવી હોય તો વેબસાઈટ પર જોવા મળશે કે તમને કોઈપણ નોટિસ આપવામાં આવેલી નથી
  • નોટિસ આપવામાં આવેલી હશે તો તે ઓનલાઈન જોવા મળી જ જશે.
Related News

Icon