Home / Business : How to waive credit card annual fees

Credit Card Tips: ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી કેવી રીતે માફ કરવી, અહીં જાણો રીત

Credit Card Tips: ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી કેવી રીતે માફ કરવી, અહીં જાણો રીત

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ઘણા વપરાશકર્તાઓ તેની ફી પર ધ્યાન આપતા નથી. મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર તમારે જોડાવાની ફી અને વાર્ષિક ચાર્જ ચૂકવવા પડે છે. જો તમારી પાસે ઊંચી વાર્ષિક ફી ધરાવતું ક્રેડિટ કાર્ડ છે, તો તેને માફ કરવાનો કોઈ રસ્તો હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં બેંકો એવી ઓફરો પૂરી પાડે છે જેમાં કાર્ડધારક ચોક્કસ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરે તો વાર્ષિક ફી માફ કરવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ધારો કે તમારી પાસે 1,000ની વાર્ષિક ફી સાથેનું ક્રેડિટ કાર્ડ છે. હવે જો બેંક બીજા વર્ષે ફી માફ કરવાનો વિકલ્પ આપે છે, તો કાર્ડધારકે પહેલા વર્ષે (જેને વર્ષગાંઠનું વર્ષ પણ કહેવાય છે) કાર્ડનો ઉપયોગ કરીને ચોક્કસ રકમ (ઉદાહરણ તરીકે રૂ. 3 લાખ) ખર્ચ કરવી પડશે. આનો અર્થ એ થયો કે જો તમે આ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા ખર્ચ્યા છે, તો તમારે આવતા વર્ષે 1000 રૂપિયાની વાર્ષિક ફી ચૂકવવાની રહેશે નહીં. જો વાર્ષિક ફી ચિંતાનો વિષય હોય, તો તમે એવું કાર્ડ પણ મેળવી શકો છો જેમાં કોઈ વાર્ષિક ફી નથી.

આ કાર્ડ ઉપયોગી

અહીં તમને એક્સિસ બેંકના કેટલાક ક્રેડિટ કાર્ડ વિશે જણાવીશું, જેમાં એક વર્ષમાં ચોક્કસ મર્યાદા ખર્ચ કર્યા પછી વાર્ષિક ફી માફ કરવામાં આવે છે.

Axis Ace Credit Card: આ કાર્ડની વાર્ષિક ફી 499 રૂપિયા છે. જોકે, જો તમે વર્ષમાં 2 લાખ રૂપિયા ખર્ચ કરો છો તો વાર્ષિક ફી માફ કરવામાં આવશે.

Axis Bank Rewards Credit Card: તેની વાર્ષિક ફી 1,000 રૂપિયા છે, પરંતુ જો તમે વાર્ષિક 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરો છો, તો આ ફી માફ કરવામાં આવે છે.

Airtel Axis Bank Credit Card: આ કાર્ડની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જોકે, જો વર્ષમાં 2 લાખ રૂપિયા ખર્ચવામાં આવે તો વાર્ષિક ફી માફ કરવામાં આવે છે.

Axis Bank Freecharge Plus Credit Card: તે વર્ષગાંઠના વર્ષમાં ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચ કરવા પર ફી માફીનો વિકલ્પ આપે છે.

Flipkart Axis Bank Super Elite Credit Card: આ કાર્ડની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જોકે, વર્ષમાં 2 લાખ રૂપિયા ખર્ચ્યા પછી વાર્ષિક ફી રિવર્સ થઈ જાય છે.

Related News

Icon