
આખી દુનિયામાં ટોપ 10 ધનિકોની યાદીમાં ટોચ પર આવે છે એવા એલન મસ્કની ટેસ્લાની કાર આગામી મહિનેથી ભારતીય માર્કેટમાં મળવાની શરૂ થઈ શકે છે. હજી કંપની ઈમ્પોર્ટ કરીને જ કારનું વેચાણ કરશે, પરંતુ જલદી જ તેને ભારતમાં પોતાની કાર બનાવવી પડશે. જો કંપની આવું નહીં કરે તો તે સસ્તામાં પોતાની કાર ઈમ્પોર્ટ નહીં કરી શકે. આવામાં ટેસ્લા ભારતમાં જ પોતાની ફેકટરી લગાવીને કાર બનાવે છે. તો આ કાર કેટલી સસ્તી થશે?
દેશમાં જેટલી ઓટોમોબાઈલ કંપનીઓ છે તે દર વર્ષે પોતાની ફેકટરીમાં કૂલ 62 લાખ કારનું ઉત્પાદન કરી શકે છે, પરંતુ હજી આનો 75 ટકા જ પ્રોડક્શન થઈ શકે છે. આવામાં એલન મસ્કની ટેસ્લા શરૂઆતના ગાળામાં બસ વધેલી 25 ટકા કેપેસિટીનો ઉપયોગ કરવા કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરિંગનો વિકલ્પ શોધે છે. પરંતુ જો ખરેખર જોવા જઈએ તો ટેસ્લાને ભારતમાં ગીગા ફેકટરી લગાવવી ફાયદાકારક નીવડી શકે છે.
દેશમાં કેટલી સસ્તી પડશે ટેસ્લા?
ટેસ્લાની હજી દુનિયામાં 5 ગીગાફેકટરી છે. આમાં 3 અમેરિકામાં, એક જર્મનીમાં અને એક ચીનમાં છે. કંપનીની મેક્સિકોમાં પણ એક ગીગીફેકટરી લગાવવાનો પ્લાન છે. મળતી માહિતી અનુસાર ટેસ્લા ભારતમાં વાર્ષિક 5 લાખ યુનિટ પ્રોડક્શન ધરાવતી ગીગાફેકટરી લગાવે છે, તો અમેરિકા અને જર્મનીની સરખામણીમાં આ તેને ખૂબ સસ્તી પડશે. આનાથી તેનું પ્રોડક્શન કોસ્ટ ઘટશે.
આ કેપેસિટીની ગીગાફેકટરી જો જર્મનીના બર્લિનમાં લગાવવામાં આવે તો, તેનો ખર્ચ 5 અબજ ડોલર સુધી પડશે. જ્યારે અમેરિકાના ટેક્સાસમાં આની કોસ્ટ 7 અબજ ડોલર સુધી પહોંચી જશે. જ્યારે ભારતમાં આનો ખર્ચ માત્ર બેથી ત્રણ અબજ ડોલર પડશે.
ટેસ્લા કંપનીની બચત માત્ર ફેકટરી ખર્ચમાં જ નહીં પરંતુ લેબર કોસ્ટમાં પણ થશે. ભારતમાં લેબર કોસ્ટ બેથી 5 ડોલર દર કલાકે પડશે. જ્યારે અમેરિકામાં આ 36 ડોલર પ્રતિ કલાક અને જર્મનીમાં 45 ડોલર પ્રતિ કલાક સુધી જશે. જ્યારે તે કંપની ભારતમાં જ કાર બનાવવાનું શરૂ કરશે તો તેને સપ્લાઈ ચેઈનનો ફાયદો, મોટા ગ્રાહક માર્કેટનો લાભ અને સરકારથી કેટલાક વર્ષ માટે ટેક્સ છૂટનો ફાયદો પણ મળશે.
કોન્ટ્રાક્ટ મેન્ચુફેકચરિંગના નુકસાન
જો ટેસ્લા કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરિંગનો રસ્તો અપનાવી લે છે તો તેને ઘણું નુકસાન વેઠવાની નોબત આવી શકે છે. આનાથી તેની પાસે કોઈ સપ્લાઈ ચેઈનનો કંટ્રોલ નહીં રહે, જ્યારે તેની ડિલીવરી ટાઈમલાઈનને અસર થશે. આટલું જ નહિ તેનો ખર્ચો પણ વધુ પડશે. જો તે ભવિષ્યમાં ફેકટરી લગાવશે તો તેને શૂન્યથી શરૂ કરવું પડશે.