
વૈશ્વિક બજારોમાં મજબૂતી હોવા છતાં, ભારતીય શેરબજાર સોમવાર, 9 ડિસેમ્બરે ભારે વધઘટ પછી લાલ નિશાનમાં બંધ થયું હતું. બજારમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો રહ્યો હતો. ઇન્ડેક્સ હેવી વેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને FMCG સ્ટોક્સમાં ઘટાડો બજારને નીચે ખેંચી ગયો.
FMCG સેક્ટરની કંપનીઓના શેરમાં મોટા ઘટાડાને કારણે બજાર ઘટ્યું હતું કારણ કે ગોદરેજ કન્ઝ્યુમરના નબળા Q3 પરિણામે સમગ્ર સેક્ટરમાં મંદી અંગે ચિંતા પેદા કરી હતી. એફએમસીજી(ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ)સેક્ટરની કંપનીઓના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો હતો
આ પણ વાંચો : જ્યારે બેન્ક કર્મચારીની એક ભૂલને કારણે ટ્રાન્સફર થઇ ગયા 2000 કરોડ, જાણો પછી શું થયું?
ભારતમાં તેનો બે તૃતીયાંશ ધંધો કાચા માલના ઊંચા ભાવ અને અનુકૂળ હવામાનને કારણે માંગ અને માર્જિન દબાણનો સામનો કરી રહ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે પામ ઓઈલ અને સંબંધિત ઉત્પાદનોના ભાવમાં વાર્ષિક ધોરણે 20-30% વધારાની અસર સાબુના સેગમેન્ટ પર પડી છે, જે કંપનીના બિઝનેસમાં એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.
બીએસઈમાં 30 શેરો ધરાવતો સેન્સેક્સ આજે 100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 81,602.58 પોઈન્ટ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે લીલા અને લાલ નિશાનો વચ્ચે ઝૂલતો રહ્યો. જોકે, બીજા હાફમાં સેન્સેક્સ મોટાભાગે ઘટાડા પર રહ્યો હતો. સેન્સેક્સ છેલ્લે 200.66 પોઈન્ટ અથવા 0.25% ઘટીને 81,508.46 પર બંધ થયો હતો.
ટોપ લૂઝર્સ
સેન્સેક્સની 30 કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવરના શેર 3 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેન્કના શેર મુખ્યત્વે ઘટાડા સાથે બંધ થયા હતા.
આ પણ વાંચો : આગામી IPO: સમગ્ર સપ્તાહ દરમિયાન IPOની ભરમાર રહેશે, 11 કંપનીઓ 18,500 કરોડ એકત્ર કરશે
ટોપ ગેનર્સ
બીજી તરફ L&Tનો શેર 2 ટકાથી વધુ વધીને બંધ થયો હતો. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક, અદાણી પોર્ટ્સ, કોટક બેંકના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
સોમવારે (9 ડિસેમ્બર) શેરબજારમાં ઘટાડાનું કારણ?
1. વૈશ્વિક બજારોમાં તેજી થવા છતાં, હિન્દુસ્તાન યુનિલિવર જેવા FMCG શેરોમાં ભારે વેચવાલીથી શેરબજાર નીચે ખેંચાઈ ગયું. ઇન્ડેક્સ હેવી વેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઘટાડાની પણ અસર જોવા મળી હતી.
2. ભારત અને યુએસ અને ઇસીબી પોલિસીના સીપીઆઇ ડેટા જેવા મહત્ત્વના આર્થિક ડેટા સામે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.
જીયોજિત ફાયનાન્સિયલ સર્વિસીઝના રીસર્ચ વિભાગના પ્રમુખ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહની તેજી બાદ સોમવારે એટલે કે નવ ડિસેમ્બરે ઘરેલું શેરબજારોમાં સિમિત દાયરામાં કામકાજ થયા હતાં. મધ્ય પૂર્વના દેશોના તણાવની વચ્ચે ક્રુડ ઓઇલની કિંમતોમાં વધારો તેમજ ભારત અને અમેરિકાના સીપીઆઇ ડેટા ઉપરાંત ઇસીબી નિતિ જેવા મુખ્ય આર્થિક આંકડાઓ પહેલા રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો છે. ફુગાવામાં અણધાર્યા ઘટાડાને પગલે ચીનના પ્રોત્સાહનની આશામાં કેપિટલ ગૂડ્સ અને મેટર શેરોમાં ખરીદીમાં રોકાણકોરોએ રૂચિ દાખવી હતી.
આ પણ વાંચો : વક્ફ બોર્ડે મહારાષ્ટ્રમાં 103 ખેડૂતોની 300 એકર જમીન પર માલિકીનો દાવો ઠોક્યો
શુક્રવારે બજારની ચાલ કેવી હતી?
શુક્રવારે શેરબજારમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી ચાલી રહેલ ઉછાળાનો અંત આવ્યો હતો. 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ભારે વધઘટ બાદ 56.74 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 81,709.12 પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી-50 પણ 30.60 પોઈન્ટ અથવા 0.12%ના નજીવા ઘટાડા સાથે 24,677.80 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
બજારના દૃષ્ટિકોણથી ગયા અઠવાડિયે શું થયું?
ગયા અઠવાડિયે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કેશ રિઝર્વ રેશિયો(સીઆરઆર)ને ઘટાડીને 4 ટકા કરીને સતત 11મી વખત મુખ્ય નીતિ દરોને 6.5 ટકા પર સ્થિર રાખ્યા હતા.
આ ઉપરાંત, કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી વૃદ્ધિના અંદાજને 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરવાની પણ જાહેરાત કરી છે. ઉપરાંત, ફુગાવાનો અંદાજ અગાઉના 4.5 ટકાના અંદાજની સરખામણીએ ઘટાડીને 4.8 ટકા કરવામાં આવ્યો હતો.