
Stock News: આજે શેરબજારમાં મોટાપાયે ઉથલપાથલ જોવા મળી હતી. માર્કેટ ખૂલતા વેંત જ રોકાણકારોને 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ગયું. આ પહેલીવાર નથી બન્યું, જ્યારે શેરબજારમાં આવો કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારમાં ઘણી વખત ભારે ઘટાડો જોવા મળ્યો છે, તો ચાલો જાણીએ અત્યાર સુધીના 5 સૌથી મોટા ઘટાડા વિશે.
4 જૂન, 2024ના રોજ બજાર ઘટ્યું હતું
ગત વર્ષે 4 જૂને લોકસભાના પરિણામો જાહેર થયા બાદ માર્કેટમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, બજાર ખૂબ જ જલ્દી સુધર્યું.
13 માર્ચ 2020ના રોજ શેરબજારમાં 13 ટકાનો કડાકો નોંધાયો હતો
વૈશ્વિક મહામારીની આશંકાઓની વચ્ચે 23 માર્ચ, 2020ના રોજ બજાર 13 ટકાથી પણ વધુ ગગડીને 25,900ના લેવલ પર આવી ગયું હતું. જે બાદ ભારતમાં કોવિડ-19 લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ થોડા મહિનામાં જ બજાર તેના જબરદસ્ત પ્રતિસાદ સાથે નવી ઊંચાઈએ પહોંચી ગયું અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. નવેમ્બર 2020માં, બજાર તેના જૂના સ્તર એટલે કે 40,000 ને સ્પર્શ્યું, ત્યારથી વૃદ્ધિ દેખાઈ રહી છે.
24 ઓક્ટોબર, 2008ના રોજ બજાર 10.95% ઘટ્યું
24 ઓક્ટોબર, 2008ના રોજ, તે લગભગ 11% ઘટીને 8,566 પર આવી ગયું. જો કે રિકવરી એ જ અઠવાડિયે શરૂ થઈ હતી, તેમ છતાં તેમાં લગભગ 22 મહિનાનો સમય લાગ્યો હતો અને બજાર જુલાઈ 2010માં તેના અગાઉના સ્તરે પહોંચ્યું હતું.
2008માં બજાર ઘટ્યું હતું
21 અને 22 જાન્યુઆરીએ બે દિવસ 7% અને 5% ના ઘટાડા હતા, ત્યારબાદ તે 15,300 ના સ્તરે આવી ગયો. પરંતુ થોડા મહિનામાં જ બજારમાં રિકવરી જોવા મળી હતી.
28 એપ્રિલ, 1992ના રોજ બજાર 12.77% ઘટ્યું
22 એપ્રિલ 1992ના રોજ શેરબજાર 4400ના સ્તરે હતું અને 28 એપ્રિલ 1992ના રોજ તે લગભગ 13% ઘટીને 3900 પર આવી ગયું હતું. તેનું કારણ હતું હર્ષદ મહેતા કૌભાંડ, આ કૌભાંડ રૂ. 4,000 કરોડનું હતું. ઘટાડો નવેમ્બર 1993 સુધી ચાલુ રહ્યો. આ પછી, 16 ઓગસ્ટ, 1994ના રોજ, તેણે પ્રથમ વખત તેના જૂના લેવલને પાર કર્યું.
ભારતીય બજારમાં દર 8 થી 10 વર્ષે મોટા કડાકા આવ્યા છે અને બજાર ઉધા માથે પડ્યા બાદ શાનદાર રિકવરી પણ જોવા મળી રહી છે. આ કડાકાના ડરથી જે રોકાણકારો તેમના શેર વેચે છે અથવા રોકાણ પાછુ ખેંચી લે છે તેઓને નુકસાન થાય છે. પરંતુ રોકાણકારો જે રોકાણ કરે છે તેઓ ઘણું કમાતા રહે છે.