Home / Business : Investing in gold and silver can be a source of income

અક્ષય તૃતીયાઃ સોના ચાંદીમાં રોકાણ બની શકે છે કમાણીનો સ્રોત, મળી રહ્યું છે ડબલ રિટર્ન

અક્ષય તૃતીયાઃ સોના ચાંદીમાં રોકાણ બની શકે છે કમાણીનો સ્રોત, મળી રહ્યું છે ડબલ રિટર્ન

અક્ષય તૃતીયા એ સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતિક છે. આ પર્વ નિમિત્તે લોકો શુભ કાર્યો કરે છે, નવો બિઝનેસ શરૂ કરવા, લગ્નો, સોના-ચાંદી જેવી કિંમતી ચીજો ખરીદે છે. અક્ષય અર્થાત અવિનાશી એટલે આ સમયે કરેલા શુભ કાર્યો આજીવન લાભદાયી અને ફળદાયી રહેતા હોવાની માન્યતા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

છેલ્લા છ માસમાં કિંમતી ધાતુના આસમાને પહોંચેલા ભાવ રોકાણકારો અને સોના-ચાંદીની ખરીદવા ઈચ્છુકોને અસમંજસમાં મૂક્યા છે. પરંતુ તેના ભૂતકાળના રિટર્ન અને ભાવના આંકડાઓ પરથી રોકાણનો નિર્ણય લઈ શકો છો.

સોના-ચાંદીમાં ડબલ ડિજિટ રિટર્ન

આ વર્ષે અત્યારસુધી સોનાના ભાવ 13 ટકા અને ચાંદી 11 ટકા વધી છે. મોતિલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિપોર્ટ અનુસાર, છેલ્લા 15 વર્ષમાં સોનામાં વાર્ષિક ધોરણે 10 ટકા અને ચાંદીમાં 7 ટકા રિટર્ન મળ્યું છે. જેથી બુલિયન નિષ્ણાતોએ સોનાનો ભાવ ટૂંકસમયમાં વધી રૂ. 75000 અને ચાંદી રૂ. 1 લાખ થવાના લક્ષ્યાંક સાથે ખરીદી કરવા સલાહ આપી છે. કોમેક્સ સોનું 2450 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી ફરી પાછી વધી 34 ડોલર પ્રતિ ઔંશ થવાની શક્યતા છે.
 
સોના-ચાંદીમાં તેજી માટેના બે મુખ્ય પરિબળો

1.    જિઓ-પોલિટિકલ ક્રાઈસિસઃ રશિયા અને યુક્રેન, ઈઝરાયલ-હમાસ, ઈઝરાયલ-ઈરાન અને અન્ય જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે સેફ હેવનની કિંમતોમાં વૃદ્ધિ જોવા મળી છે.

2.    ફેડ મોનેટરી પોલિસીઃ માર્કેટમાં આગામી સમયમાં યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની શક્યતા વધી છે. જેના પગલે સોના-ચાંદીની કિંમતો વધશે.

સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડ રિઝર્વ્સ વધી

સેન્ટ્રલ બેન્કો વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં સોનાની ખરીદી વધારી રહી છે. 290 ટ્રિલિયન ગોલ્ડ હોલ્ડિંગ્સ ધરાવે છે. તુર્કી, ચીન, અને ભારતની સેન્ટ્રલ બેન્કોએ પ્રથમ ત્રિમાસિકમાં સોનાની રેકોર્ડ ખરીદી કરી છે. જે આગામી સમયમાં ભાવ વધવાનો સંકેત આપે છે.

અક્ષય તૃતીયામાં કરેલી ખરીદીમાં વાર્ષિક 10 ટકા રિટર્ન

છેલ્લા 15 વર્ષમાં સોનામાં વાર્ષિક 10 ટકાના દરે રિટર્ન જોવા મળ્યું છે. કિંમતમાં વધ-ઘટ થઈ હોવા છતાં અક્ષય તૃતીયામાં કરેલી ખરીદીમાં સરેરાશ વાર્ષિક 10 ટકા રિટર્ન મળ્યું છે.

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ શ્રેષ્ઠ તક

રોકાણકારો અને સોના-ચાંદીની ખરીદી કરવા માગતા લોકો ભૌતિક સોનાને બદલે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી નિશ્ચિત રિટર્ન મેળવી શકો છે. જેમાં દરવર્ષે રોકાણકારોને વધારાનું 2.5 ટકા વ્યાજ મળે છે. આ સિવાય ગોલ્ડ ઈટીએફ, ડિજિટલ ગોલ્ડ અને ભૌતિક બાર્સ અને કોઈન્સની ખરીદી કરી શકો છો. 

(નોંધઃ અત્રે આપવામાં આવેલો લેખ માત્ર માહિતી પૂરતો છે, રોકાણ કરતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)


Icon