
ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો બેંકમાં જઈને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વિશે માહિતી મેળવે છે અને એકસાથે રકમ જમા કરાવે છે. આમ કરવામાં ઘણા રોકાણકારો FD પર ઉપલબ્ધ સારું રિટર્ન મેળવવાનું ચૂકી જાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે FDમાં રકમ જમા કરાવતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમે તમારી FD પર વધુ રિટર્ન મેળવી શકો.
વ્યાજ દર
એફડી કરતા પહેલા, વિવિધ બેંકોના વ્યાજ દરોની તુલના કરો. સ્મોલ ફાઇનાન્સ બેંકો પરંપરાગત બેંકો કરતા વધુ વ્યાજ દરો ઓફર કરે છે.
FDના દરમાં વધારો
તાજેતરના સમયમાં એફડીના દરમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં, SBI, Axis, Bank of Baroda અને Union Bank જેવી કેટલીક બેંકોએ FDના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે બેંકમાં વ્યાજ દર વધ્યા હોય તેવી બેંકોમાં FD કરો. આ તમને વધુ વળતર આપશે.
રોકાણનો સમયગાળો
FDમાં રોકાણનો સમયગાળો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી એવી બેંક શોધો કે જે થોડા દિવસોથી લઈને કેટલાક વર્ષો સુધીના અલગ અલગ સમયગાળાના વિકલ્પો પ્રદાન કરે. આ તમને તમારા નાણાકીય લક્ષ્યોને અનુરૂપ સમયગાળો પસંદ કરવાની મંજૂરી આપે છે.
સમય પહેલા ઉપાડ
FD કરતા પહેલા, સમય પહેલા ઉપાડની શરતો તપાસો. બેન્કોમાં સમય પહેલ પૈસા ઉપાડવા પર વ્યાજ દરમાં ઘટાડો કરવમાં આવે છે કે અન્ય ચાર્જ લગાડવામાં આવે છે.
આ સિવાય કેટલીક બેંકો વધારાના લાભો આપે છે જેમ કે સ્વીપ-ઇન સુવિધાઓ, FD સામે લોન અને સિનિયર સિટીઝન માટે ઊંચા વ્યાજ દરની સુવિધા પણ આપે છે. નિર્ણય લેતી વખતે આ બાબતો ધ્યાનમાં લો.
ટૂંકા ગાળાની FD
ટૂંકા ગાળાની એફડી એવી હોય છે જેનો સમયગાળો 7 દિવસથી 1 વર્ષ સુધીનો હોય છે. તે એવા રોકાણકારો માટે આદર્શ છે જેઓ તેમના નાણા ટૂંકા ગાળા માટે રોકવા માંગે છે અને નિયમિત સેવિંગ અકાઉન્ટ કરતા વધુ સારું રિટર્ન મેળવવા ઈચ્છે છે.
ખાસ FD
સ્પેશિયલ એફડી એ એવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ છે જે બેંકો ચોક્કસ સમયગાળા માટે ઓફર કરે છે. આ ચોક્કસ સમયગાળા માટે ઊંચા વ્યાજ દરો ઓફર કરી શકે છે, જેમ કે 444 દિવસ અથવા 999 દિવસ. રોકાણકારો આ એફડીમાં રોકાણ કરીને ઊંચા દરને લોક કરીને આ યોજનાઓનો લાભ મેળવી શકે છે.
નાણાકીય લક્ષ્યો ધ્યાનમાં લો
FD કરતા પહેલા તમારા નાણાકીય લક્ષ્યો નક્કી કરો. તમે વિચારી લો કે તમને ક્યારે પૈસાની જરૂર પડી શકે છે. FDનો સમયગાળો તે મુજબ જ પસંદ કરો. આમ કરવાથી તમે માત્ર વધારે રિટર્ન જ નહીં મેળવી શકશો પરંતુ પેનલ્ટી ભરવાથી પણ બચી શકશો.