
રેટિંગ એજન્સી ઈકરાને નાણાકીય વર્ષ ૨૦૨૬માં મૂલ્યની દ્રષ્ટિએ ઝવેરાતનો વપરાશ ૧૨ થી ૧૪ ટકા વધવાની અપેક્ષા છે. જોકે, તે જ સમયે, સોનાના ઝવેરાતના વપરાશમાં વોલ્યુમની દ્રષ્ટિએ ૯ થી ૧૦ ટકાનો ઘટાડો થવાની ધારણા છે. સોનાના વપરાશના જથ્થામાં ઘટાડો થયો હોવા છતાં, મૂલ્યની દ્રષ્ટિએ કુલ વપરાશમાં વધારો સોનાના ભાવમાં વધારાને કારણે છે. ગયા નાણાકીય વર્ષમાં પણ સોનાના ભાવમાં ૩૩ ટકાના વધારાને કારણે મૂલ્યમાં ૨૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે વોલ્યુમની દ્રષ્ટિએ વપરાશમાં ઘટાડો થયો હતો. હાલમાં, સોનાના ભાવ નાણાકીય વર્ષ ૨૦૨૪ કરતાં સરેરાશ ૨૦ ટકા વધુ છે.
ઉત્પાદન અને સેવાઓ બંને મહત્વપૂર્ણ
ભારતના આર્થિક વિકાસના આગામી તબક્કાને આગળ વધારવા માટે ઉત્પાદન અને સેવાઓ બંને મહત્વપૂર્ણ છે તેમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. તેમણે ઉદ્યોગને સ્થાનિક સ્તરે ઉત્પાદનો ડિઝાઇન કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા રજુઆત કરી છે. દેશ સોફ્ટવેર અને હાર્ડવેર બંને બાજુએ ટેકનોલોજી વિકસાવવાથી લઈને ફિનિશ્ડ ગુડ્સ, ઘટકો અને હવે સેમિકન્ડક્ટરના ઉત્પાદન સુધી ઘણો આગળ નીકળી ગયો છે. તેમણે કહ્યું કે સરકાર ભારતને ઉત્પાદન રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના ઉદ્યોગના ઇરાદામાં પરિવર્તન જોઈ રહી છે. માનસિકતામાં પરિવર્તનનો ઉપયોગ કરીને, આપણે ઉત્પાદન રાષ્ટ્ર તરીકે વિકાસ કરી શકીએ છીએ. જો આપણે જે પણ કરીએ છીએ તેમાં ડિઝાઇન વિચાર પ્રક્રિયા માટે જરૂરી પ્રયાસ કરી શકીએ છીએ, તો આપણે ખરેખર વિકાસને આગલા સ્તર પર લઈ જઈ શકીએ છીએ.