
ક્રેડિટ કાર્ડ એ આજના સમયમાં પેમેન્ટ કરવા માટેની સૌથી લોકપ્રિય પદ્ધતિ કહી શકાય છે. જો કે તેની લોકપ્રિયતાને કારણે ફ્રોડ પણ વધી ગયા છે. અનઓથોરાઇઝડ ટ્રાન્ઝેક્શનની ઘણી ઘટનાઓ સામે આવી છે, જેના કારણે લોકોએ તેમની બચતનો મોટો હિસ્સો ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં ફ્રોડથી બચાવવા માટે જાગૃતિ અને તકેદારીની જરૂર છે અને આમ કરવામાં તમારી મદદ કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.
ટ્રાન્ઝેક્શનને ક્યારેય અધૂરા ન છોડો
તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે, ખાતરી કરો કે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયું છે. તમારા ક્રેડિટ કાર્ડની બંને બાજુની ફોટોકોપી અનુ લોકોને આપવાનું ટાળો. જો કોઈની પાસે તમારા કાર્ડની વિગતો હોય, તો તેઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારા કાર્ડની પાછળ છાપેલ CVVનો ઉપયોગ કરી શકે છે.
તમારા એકાઉન્ટ્સ નિયમિતપણે તપાસો
અનઓથોરાઇઝડ એક્ટિવિટી વિશે જાણવા માટે તમારા કાર્ડ સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શન્સ તપાસીને તમારું એકાઉન્ટ્સનું નિયમિતપણે ચેક કરતા રહો. જો તમારી બેંક તેને મંજૂરી આપે છે, તો ટ્રાન્ઝેક્શન માટે રીઅલ-ટાઇમ નોટિફિકેશન ઇનેબલ કરો. આ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે જાણવામાં મદદરૂપ થશે.
તમારું ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરો
જો તમે પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ યુઝ કરી રહ્યા છો, તો RBI એ હવે ક્રેડિટ કાર્ડને પ્રાપ્ત કર્યાના 30 દિવસની અંદર તેને એક્ટિવ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સમયમર્યાદામાં તમારા કાર્ડને એક્ટિવ કરવું એ એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે જે કાર્ડ દ્વારા ઓફર કરવામાં આવતી સેફટી ફીચર્સને એક્ટિવ કરે છે.
તમારો CVV નંબર શેર કરશો નહીં
ઓનલાઈન પેમેન્ટ કરવા માટે તમારા કાર્ડની પાછળ CVV પ્રિન્ટ કરવામાં આવે છે. જો તમારા કાર્ડની વિગતો સાથેનો આ નંબર કોઈપણ વ્યક્તિ પાસે છે, તો તેઓ સરળતાથી તમારા કાર્ડનો દુરુપયોગ કરી શકે છે.
આ બાબતોનું પણ ધ્યાન રાખો
- સ્ટ્રોંગ પાસવર્ડ્સનો ઉપયોગ કરો અને ટુ-ફેક્ટર ઓથેન્ટીકેશન ઇનેબલ કરો.
- ફિશિંગ સ્કેમ્સથી સાવધ રહો.
- તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત સિક્યોર વેબસાઈટ્સ પર જ કરો.
- તમારા ડિવાઇસને સિક્યોર કરો.
- સ્પેન્ડિંગ એલર્ટ અને લિમિટ્સ સેટ કરો.