Home / Business : LPG cylinder became expensive on Diwali, check the new rates of your city

દિવાળી પર મોંઘવારીની માર, LPG સિલિન્ડર થયા મોંઘા, જાણો તમારા શહેરના નવા ભાવ

દિવાળી પર મોંઘવારીની માર, LPG સિલિન્ડર થયા મોંઘા, જાણો તમારા શહેરના નવા ભાવ

જ્યારે સમગ્ર દેશ દિવાળીની ઉજવણીમાં તરબોળ છે. ત્યારે સરકારી ઓઈલ કંપનીઓએ જોરદાર ઝટકો આપ્યો છે. આ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 1 નવેમ્બર, 2024થી 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલે 1 નવેમ્બરથી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે પ્રતિ LPG સિલિન્ડરની કિંમત 1,802 રૂપિયા થઈ ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચોઃ- Diwali 2024: શેરબજારમાં આજે થશે મુહૂર્ત ટ્રેડિંગ, જાણો ટાઇમિંગથી લઈને સંપૂર્ણ શેડ્યૂલ

મોંઘવારીની માર

સરકારી ઓઈલ કંપનીઓ મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે જે તહેવારોની મોસમ છે. દેશના ઘણા શહેરોમાં 1 નવેમ્બર, 2024ના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ મહિનાથી લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી છે. અને આ મહિનાની પહેલી તારીખથી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં નવી કિંમત 1,802 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે જે પહેલા 1740 રૂપિયા હતી.

આજથી તમારા શહેરમાં આ કિંમતો

દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1,740 રૂપિયાથી વધીને 1,802 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં નવી કિંમત 1,850 રૂપિયાથી વધીને 1,911.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત 1,692.50 રૂપિયાથી વધીને 1,754.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 1,903 રૂપિયાથી વધીને 1,964.50 રૂપિયા થઈ ગઈ છે જ્યારે અમદાવાદમાં નવી કિંમત 1,759 રૂપિયાથી વધીને 1,821 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી

આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારાની અસર રેસ્ટોરાંમાં જમવા પર પડી શકે છે. રેસ્ટોરન્ટ્સ તેમના ફૂડ રેટમાં વધારો કરી શકે છે.


Icon