Home / Business : Markets move ahead of India-US deal Sensex rises 270 points

ભારત-અમેરિકા ડીલ  પહેલા બજારમાં હલચલ, સેન્સેક્સ 270 પોઈન્ટ વધ્યો;નિફ્ટી 25,522 પર બંધ

ભારત-અમેરિકા ડીલ  પહેલા બજારમાં હલચલ, સેન્સેક્સ 270 પોઈન્ટ વધ્યો;નિફ્ટી 25,522 પર બંધ

સેન્સેક્સના વીક્લી એક્સપાયરી કારોબારી સત્ર દરમિયાન બજારમાં શો્ટ કવરિંગ જોવા મળ્યું હતું ત્યારબાદ છેલ્લા કલાકમાં બજાર શાનદાર રિકવરી સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ દિવસના નીચા સ્તરથી સુધારો જોવા મળ્યો. ક્ષેત્રીય મોરચે, રિયલ્ટી, પીએસઈ અને બેંકિંગ શેરોમાં ખરીદી જોવા મળી. આઇટી, ઓઇલ અને ગેસ સૂચકાંકો વધારા સાથે બંધ થયા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંગળવારે (૮ જુલાઈ) એશિયન બજારોમાં સુધારા વચ્ચે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું. અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં 'મીની ટ્રેડ ડીલ' પર હસ્તાક્ષર થવાના સમાચારને કારણે છેલ્લા ટ્રેડિંગ કલાકમાં બજારમાં હલચલ જોવા મળી.જોકે, યુએસની વેપાર નીતિઓ અંગે અનિશ્ચિતતાને કારણે રોકાણકારો હજુ પણ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. આ ઉપરાંત, ફાયનાન્સિયલ કંપનીઓના  શેરોમાં ખરીદીએ પણ બજારને વેગ આપ્યો.

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ આજે ૫૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ૮૩,૩૮૭.૦૩ પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. અંતે, તે ૨૭૦.૦૧ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકાના વધારા સાથે ૮૩,૭૧૨.૫૧ પર બંધ થયો.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 પણ લાલ નિશાનમાં ખુલ્યો અને લગભગ 25,427.85 ના ફ્લેટ સ્તરે થોડો ઘટાડો થયો. ટ્રેડિંગ દરમિયાન, તે ઇન્ટ્રા-ડે 25,548 પોઈન્ટની ઊંચી સપાટી અને 25,424 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચ્યો. અંતે, તે 61.20 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 25,522.50 પર બંધ થયો. નિફ્ટી સ્મોલકેપ 100 0.29 ટકાના ઘટાડા સાથે બંધ થયો.

રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો વધ્યો

મંગળવારે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, પ્રેસ્ટિજ એસ્ટેટ, ડીએલએફ, અનંત રાજ, ફોનિક્સ મિલ્સ જેવા રિયલ્ટી શેરો મોટા વધારા સાથે બંધ થયા. ત્યારબાદ અન્ય સેક્ટરલ ઇન્ડેક્સમાં , નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમ 0.84 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.68 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.66 ટકા, નિફ્ટી બેંક 0.54 ટકા અને નિફ્ટી આઇટી 0.30 ટકા વધ્યા.

 આ ઉપરાંત, નિફ્ટી બેંક, ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઇટી અને એનર્જી લીડમાં હતા. અન્ય સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો શેરબજાર વધ્યું હોવા છતાં સેક્ટરલ ઇન્ડેક્સમાં નરમાઇ જોવા મળી હતી. નિફ્ટી કેપિટલ માર્કેટમાં સૌથી વધુ નુકસાન થયું, જે 1.65 ટકા ઘટ્યું. આ પછી, નિફ્ટી ફાર્મા 0.89 ટકા, નિફ્ટી ઓટો 0.38 ટકા, નિફ્ટી ઇન્ડિયા કન્ઝ્યુમર 0.33 ટકા ઘટ્યું.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ 

નિફ્ટી ૫૦ ના ટોપ ગેઇનર્સની વાત કરીએ તો, કોટક બેંકનો શેર ટોચ પર હતો, જેમાં ૩.૪૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, એટરનલમાં ૧.૯૨ ટકા, એશિયન પેઇન્ટ્સમાં ૧.૭૨ ટકા, એનટીપીસીમાં ૧.૭૧ ટકા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં ૧.૫૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો.નિફ્ટીના ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો તેમાં સૌથી વધારે નુકસાન ટાઇટન કંપનીના શેરમાં જોવા મળ્યું હતું અને તેમાં ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, ડૉ. રેડ્ડીઝ 2 ટકા, બજાજ ઓટો 1.47 ટકા, સિપ્લા 1.47 ટકા અને ટ્રેન્ટ 1.08 ટકા ઘટ્યા.

આજે ક્યા બજારોમાં એક્શન જોવા મળી?


કોટક મહીન્દ્રાનો શેર આજે નિફટીનો સૌથી તેજીવાળો શેર રહ્યો. જૂન ક્વાર્ટરના બિઝનેસ અપડેટ પછી તે 3% ના વધારા સાથે બંધ થયો. ટાઇટન ઇન્ડેક્સમાં સૌથી નબળો સ્ટોક હતો. જૂન ક્વાર્ટરમાં જ્વેલરી સેગમેન્ટમાં બિઝનેસ વૃદ્ધિ અપેક્ષા કરતા ઓછી રહ્યા પછી તે 6% ના ઘટાડા સાથે બંધ થયો.મેક્વેરી દ્વારા લક્ષ્યાંક ઘટાડ્યા પછી મોટાભાગના ફાર્મા શેરો દબાણ હેઠળ આવ્યા હતા. આ ક્ષેત્રમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

ઓપ્શન માર્કેટ વોલેટિલિટી અંગે સેબી દ્વારા પગલાં લેવાના સમાચાર પછી બીએસઈ અને એન્જલ વન દબાણ હેઠળ આવ્યા હતા. જેએલઆરના પ્રથમ ક્વાર્ટરના વેચાણના આંકડા અંદાજ સાથે સુસંગત રહ્યા પછી ટાટા મોટર્સ થોડા વધારા સાથે બંધ થયો. જેફરીઝે બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝને ખરીદવાની ભલામણ કરી છે, તેને તેની કવરેજ યાદીમાં ઉમેરી છે. આજે શેર લગભગ 10% ના વધારા સાથે બંધ થયો. ગેબ્રિયલ ઇન્ડિયામાં આજે પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ છે. આ શેર આજે પણ 8% ના વધારા સાથે બંધ થયો. આ મહિનામાં અત્યાર સુધીમાં તેમાં 41% નો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ત્રિમાસિક બિઝનેસ અપડેટ પછી મેક્રોટેક ડેવલપર્સ નજીવા ઘટાડા સાથે બંધ થયા. જૂન ક્વાર્ટરમાં એક્ઝિમ વોલ્યુમ ગાઇડન્સ સામે વધ્યા પછી કોન્કોર દિવસના નીચા સ્તરેથી રિકવર થયો.  બાંગ્લાદેશ પર યુએસ ટેરિફ અંગે પત્ર જારી થયા પછી ટેક્સટાઇલ શેર વધ્યા. મિડકેપ ઇન્ડેક્સમાંથી એનએચપીસી , આઇઆઇએફએલ ફિન, દિલ્હીવેરી, એપોલો ટાયર્સ અને એચડીએફસી એએમસી વધ્યા.

ટ્રમ્પે 14 દેશો પર ટેરિફ લાદ્યા

જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, કઝાકિસ્તાન અને ટ્યુનિશિયાથી અમેરિકામાં નિકાસ થતા માલ પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગશે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયા પર 32 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફ લાગશે, અને કંબોડિયા અને થાઇલેન્ડ પર 36 ટકા ટેરિફ લાગશે. બીજી તરફ, લાઓસ અને મ્યાનમાર પર અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 40 ટકા ટેરિફ લાદવામાં આવશે. એશિયન ક્ષેત્રની બહાર, ટ્રમ્પે દક્ષિણ આફ્રિકન અને બોસ્નિયન વસ્તુઓ પર 30 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

ટ્રમ્પ દ્વારા નવા ટેરિફની જાહેરાત કરવામાં  આવ્યા બાદ ડાઉ જોન્સમાં સરેરાશ 0.94 ટકાનો ઘટાડો નોંધાયો. એસ&પી 500 0.79 ટકા ઘટ્યો. નાસ્ડેક કોમ્પોઝિટ 0.92 ટકા ઘટ્યો. એશિયન કલાકોમાં યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ નીચા ટ્રેડિંગમાં હતા. ડાઉ ફ્યુચર્સ 0.15 ટકા અને એસ&પી 500 0.05 ટકા ઘટ્યા.
મિશ્ર શરૂઆત બાદ એશિયન બજારો સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જાપાનનો નિક્કી 225 બેન્ચમાર્ક 0.21 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.13 ટકા વધ્યો. ઓસ્ટ્રેલિયાના એસ&પી/એએસએક્સ 200 બેન્ચમાર્ક રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના વ્યાજ દરના નિર્ણય પહેલા 0.21 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ 0.17 ટકા વધ્યો.

 

TOPICS: sensex business
Related News

Icon