Home / Business : Mukesh Ambani and Gautam Adani will invest ₹50,000-₹50,000 crore in Assam, Tata Group also makes a big announcement

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આસામમાં ₹50,000-₹50,000 કરોડનું રોકાણ કરશે, ટાટા ગૃપે પણ કરી મોટી જાહેરાત

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આસામમાં ₹50,000-₹50,000 કરોડનું રોકાણ કરશે, ટાટા ગૃપે પણ કરી મોટી જાહેરાત

ટાટા ગૃપ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ આસામમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. 'એડવાન્ટેજ આસામ' બિઝનેસ સમિટના અવસર પર દેશના મોટા ઔદ્યોગિક ગૃહોએ આ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા સહિત ઊર્જા, રિટેલ,  એઆઇ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે આસામ સ્ટાર્ટ-અપ્સ માટે એક ગંતવ્ય બની રહ્યું છે અને ટૂંક સમયમાં તે પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉત્પાદન હબ બનશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિલાાયન્સ ગૃપ  ₹50,000 કરોડનું રોકાણ કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મંગળવારે જણાવ્યું હતું કે, તેમની કંપની આગામી પાંચ વર્ષમાં આસામમાં પાંચ વિવિધ ક્ષેત્રોમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરશે. 'એડવાન્ટેજ આસામ' બિઝનેસ સમિટમાં બોલતા અંબાણીએ કહ્યું હતું કે આ નાણાં આસામને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ  માટે તૈયાર કરવામાં રોકાણ કરવામાં આવશે.

તેમણે કહ્યું, “2018ની ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં મેં 5,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. ત્યારથી રોકાણ રૂ. 12,000 કરોડને પાર કરી ગયું છે.  આ રકમ ચાર ગણી થશે અને આગામી પાંચ વર્ષમાં અમે રૂ. 50,000 કરોડનું રોકાણ કરીશું. અંબાણીએ કહ્યું કે આ રકમ જે ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવશે તેમાં ગ્રીન અને ન્યુક્લિયર એનર્જી, ફૂડ અને નોન-ફૂડ પ્રોડક્ટ્સની સપ્લાય ચેઇન અને રિલાયન્સના રિટેલ સ્ટોર્સનું વિસ્તરણ સામેલ છે.

અદાણી ગૃપ રૂ. 50 હજાર કરોડનું રોકાણ કરશે
અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ આસામમાં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરશે. 'એડવાન્ટેજ' આસામ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, તેમણે કહ્યું કે જૂથ રાજ્ય અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે ભવિષ્યમાં વધુ રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું, “અમે આસામની પ્રગતિ ગાથાનો ભાગ બનવા આતુર છીએ. અમે આસામમાાં રૂ. 50 હજાર કરોડનું રોકાણ કરીશું. અદાણીએ કહ્યું કે આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, પાવર ટ્રાન્સમિશન, સિમેન્ટ અને રોડ કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં કરવામાં આવશે. તેમણે કહ્યું, “આસામ વિકાસને વેગ આપવાની સ્થિતિમાં છે. આપણા અને રાજ્ય માટે ભવિષ્યનો માર્ગ મોકળો કરવાની અમારી પ્રતિબદ્ધતા અને વિઝન છે.”

ટાટા ગ્રુપ તરફથી મોટી જાહેરાત
'એડવાન્ટેજ આસામ' સમિટમાં બોલતા, ટાટા ગ્રૂપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપની આગામી થોડા વર્ષોમાં આસામમાં એક મોટા ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રોકાણ કરશે અને ગ્રીન એનર્જી સેક્ટરમાં રાજ્ય સરકાર સાથે સહયોગ કરશે.

ચંદ્રશેખરને કહ્યું, "ટાટા જૂથનો આસામ સાથે લાંબો અને મહત્વપૂર્ણ સંબંધ છે." તેમણે જાગીરોડમાં સ્થપાયેલા રૂ. 27,000 કરોડના સેમિકન્ડક્ટર યુનિટને "રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મહત્વપૂર્ણ રોકાણ" ગણાવ્યું.

"રાજ્ય પ્રત્યે જૂથની પ્રતિબદ્ધતાને આગળ ધપાવીને, તે ટૂંક સમયમાં બીજા મોટા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન એકમમાં રોકાણ કરશે," તેમણે કહ્યું.

પૂર્વોત્તરમાં આસામ મેન્યુફેક્ચરિંગ હબ બનશેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે આસામ સ્ટાર્ટ-અપ્સ માટે એક ગંતવ્ય બની રહ્યું છે અને ટૂંક સમયમાં ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં ઉત્પાદન હબ બનશે. અહીં 'એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ'નું ઉદ્ઘાટન કર્યા પછી, વડા પ્રધાન મોદીએ કહ્યું કે આતંકવાદી જૂથો સાથે શાંતિ કરાર અને સરહદ વિવાદોના નિરાકરણ પછી આસામ "અમર્યાદિત તકોની ભૂમિ" તરીકે ઉભરી આવ્યું છે.

"આસામના કુદરતી સંસાધનો અને દક્ષિણપૂર્વ એશિયાના પ્રવેશદ્વાર તરીકેના વ્યૂહાત્મક સ્થાને તેને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બનાવ્યું છે," મોદીએ કહ્યું. મોદીએ એમ પણ કહ્યું કે ભાજપના શાસનમાં આસામની અર્થવ્યવસ્થાનું મૂલ્ય બમણું થઈને 6 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ‘ડબલ એન્જિન’ સરકારની અસર છે. 

Related News

Icon