Home / Business : Pahalgam Terror Attack: Air India took such an important decision for stranded tourists

Pahalgam Terror Attack: ફસાયેલા પર્યટકો માટે એર ઈન્ડિયાએ લીધો આવો મહત્ત્વનો નિર્ણય

Pahalgam Terror Attack: ફસાયેલા પર્યટકો માટે એર ઈન્ડિયાએ લીધો આવો મહત્ત્વનો નિર્ણય

Pahalgam Terror Attack: ધરતી પરના સ્વર્ગ એવા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત રોજ થયેલા આતંકવાદી હુમલાથી આખા દેશમાં હાહાકાર મચ્યો છે. પોલીસ યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓએ પર્યટતોને નામ પૂછી તેની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધી કુલ 26 લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે.  જેમાં બે વિદેશી નાગરિકો પણ સામેલ છે. આ સ્થિતિમાં ઘટનાસ્થળે ફસાયેલા પર્યટકોની મદદ માટે એર ઈન્ડિયાએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જો તમે શ્રીનગર માટે એર એશિયાના ઉડડ્યનની બુકિંગ કર્યું છે અને યાત્રામાં પરિવર્તન કરવા માગો છો તો તમે વધારાના ચાર્જ વગર પોતાનું બુકિંગ રદ અથવા રિશેડયુલિંગ કરી શકો છો. આ માટે એર એશિયાની સત્તાવાર વેબસાઈટ અથવા કસ્ટમર કેર સાથે સંપર્ક કરી શકો છો. આ પગલાથી પ્રવાસીઓને સુવિધા અને કાશ્મીરના પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપી છે. જે વર્તમાનમાં પડકારનો સામનો કરી રહ્યું છે.

ગત રોજ બનેલા આતંકવાદી હુમલા બાદ પર્યટકોને રાહત આપતા એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે, જો કોઈ યાત્રિક પોતાની ફલાઈટને રિશેડયુલ કરવા માગે તો તેને કોઈ વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે, જ્યારે યાત્રી પોતાની ફલાઈટ કેન્સલ કરવા માગે તેને પૂરું રિફંડ આપવામાં આવશે. એટલે કે, એરલાઈન કંપની ગ્રાહકોને કેન્સલેશન ચાર્જ નહીં લે. 

આ સુવિધા ક્યાં સુધી લાગુ રહેશે?
એર ઈન્ડિયાની આ સ્પેશિયલ સુવિધા 30 એપ્રિલ 2025 સુધી લાગુ રહેશે. એટલે કે, શ્રીનગરથી આવતી-જતી તમામ ફલાઈટ્સ પર આ રાહત આગામી કેટલાક દિવસો સુધી લાગુ રહેશે. આ નિર્ણયનો હેતુ એવા પ્રવાસીઓને રાહત આપવાનો છે જે વર્તમાન સ્થિતિઓને લીધે પોતાની યાત્રાને ફરી નક્કી કરી શકે. એર એશિયાનું આ પગલું પ્રવાસીઓની સુરક્ષા તેમજ સુવિધાને પ્રાથમિકતા આપવાની દિશામાં મહત્ત્વનો પ્રયાસ છે.

 
હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા
પ્રવાસીઓની સુવિધા માટે એર ઈન્ડિયાએ બે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.
011-69329333
011-69329999

આ નંબર પર ફોન કરીને પ્રવાસીઓ પોતાની ફલાઈટની સ્થિતિ, સ્પેશિયલ ફલાઈટસ અને રિશેડયુલિંગ સાથે સંકળાયેલી જાણકારી મેળવી શકે છે.
 

Related News

Icon