Home / Business : Reliance Infra will stir in defense upgradation business, Anil Ambani

Defense અપગ્રેડેશન બિઝનેસમાં રિલાયન્સ ઇન્ફ્રા મચાવશે ધૂમ, Anil Ambaniની 5000 કરોડના બિઝનેસ પર નજર

Defense અપગ્રેડેશન બિઝનેસમાં રિલાયન્સ ઇન્ફ્રા મચાવશે ધૂમ, Anil Ambaniની 5000 કરોડના બિઝનેસ પર નજર
છેલ્લા કેટલાક સમયથી Anil Ambani સતત ચર્ચામાં રહ્યા છે. હવે તેમની કંપની Reliance Infraએ  મોટો નિર્ણય લીધો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે પોતાના Defense  બિઝનેસને આગળ વધારતા જૂના વિમાનો અને હેલિકોપ્ટરોને નવું સ્વરૂપ આપવાના ક્ષેત્રમાં મોટી એન્ટ્રી કરી છે. કંપનીએ આગામી 7-10 વર્ષમાં આ સેક્ટરમાંથી 5,000 કરોડ રૂપિયાનો બિઝનેસ હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ નિર્ણય ભારતના ડિફેન્સ સેક્ટરમાં(Defense sector) ખાનગી કંપનીઓની વધતી હિસ્સેદારી દર્શાવે છે. એક પછી એક અનેક ખાનગી કંપનીઓ ડિફેન્સ સેક્ટરમાં સક્રિય થઈ રહી છે અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે.

ડોર્નિયર-228 વિમાનોના અપગ્રેડેશનમાં મળી સફળતા

રિલાયન્સે તાજેતરમાં 350 કરોડ રૂપિયાની ડીલ હેઠળ 55 ડોર્નિયર-228 વિમાનોને નવા સિસ્ટમ્સ અને ટેક્નોલોજીથી સજ્જ કર્યા છે. આ વિમાનો ભારતીય વાયુસેના, નૌસેના અને કોસ્ટ ગાર્ડમાં ઉપયોગમાં લેવાય છે. પહેલા કંપનીને 37 વિમાનોનો ઓર્ડર મળ્યો હતો, પરંતુ સારા પ્રદર્શનને કારણે તેને વધુ 18 વિમાનોનો ઓર્ડર પ્રાપ્ત થયો.
 
આ પ્રોજેક્ટમાં રિલાયન્સે અમેરિકન કંપની જેનેસિસ અને ભારતની HAL (Hindustan Aeronautics Limited) સાથે મળીને કામ કર્યું. આ સફળતાએ Reliance ને ભારતની પહેલી એવી ખાનગી કંપની બનાવી છે જે કોઈ વિમાન નિર્માણ કંપનીની સહાય વિના જાતે વિમાનોનું અપગ્રેડેશન કરી રહી છે.

ડિફેન્સ સેક્ટરમાં મોટી તક

સૈન્ય વિમાનો અને હેલિકોપ્ટર સામાન્ય રીતે 30-40 વર્ષ સુધી ઉપયોગમાં રહે છે. આ દરમિયાન તેમની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, સુરક્ષા ઉપકરણો અને અન્ય ટેક્નોલોજીને સમયાંતરે અપગ્રેડ કરવાની જરૂર પડે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એક વિમાનની મૂળ કિંમત કરતાં 2-3 ગણો વધુ ખર્ચ તેના અપગ્રેડેશન અને જાળવણીમાં થાય છે.
 
વિશ્વભરમાં સૈન્ય વિમાનોને અપડેટ કરવાનું બજાર વાર્ષિક 5 લાખ કરોડ રૂપિયાનું છે, જે આગામી 7 વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ભારતમાં જૂના સૈન્ય વિમાનોની મોટી સંખ્યાને કારણે આ ક્ષેત્ર એક મોટી તક પૂરી પાડે છે, ખાસ કરીને જ્યારે ભારતીય સેના પોતાના વિમાનોને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

રાફેલ જેટ્સમાં પણ રિલાયન્સની ભાગીદારી

ડોર્નિયર વિમાનો ઉપરાંત, રિલાયન્સ ફ્રાન્સની થેલ્સ કંપની સાથે મળીને ભારતીય વાયુસેનાના રાફેલ લડાકુ જેટ્સના જાળવણી અને સંભાળનું કામ પણ કરી રહી છે. આથી કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી રહી છે. કંપનીનો ઉદ્દેશ ભારતીય સેનાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે-સાથે વિદેશમાં પણ પોતાના ડિફેન્સ બિઝનેસનો વિસ્તાર કરવાનો છે.
 
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ પગલું માત્ર ભારતના ડિફેન્સ સેક્ટરમાં ખાનગી કંપનીઓની ભૂમિકાને મજબૂત કરશે નહીં, પરંતુ દેશને ડિફેન્સ પ્રોડક્શનમાં આત્મનિર્ભર બનાવવામાં પણ યોગદાન આપશે.
Related News

Icon