Home / Business : Relief in Indian stock market, Sensex closes with a gain of 1089 points, investors recover Rs 7.42 lakh crore

Stock News: ભારતીય શેરબજારમાં રાહત, સેન્સેક્સ 1089 પોઈન્ટના સુધારા સાથે બંધ, રોકાણકારોના 7.42 લાખ કરોડ રિકવર

Stock News: ભારતીય શેરબજારમાં રાહત, સેન્સેક્સ 1089 પોઈન્ટના સુધારા સાથે બંધ, રોકાણકારોના 7.42 લાખ કરોડ રિકવર

Stock Market Closing Bell: શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં ગઈકાલે 2227 પોઈન્ટનો કડાકો નોંધાયા બાદ આજે 1089.18 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ ફરી પાછી મહત્ત્વની 22500ની ટેકાની સપાટી પર બંધ આપવા સફળ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં સુધારાના સથવારે સ્થાનિક શેરબજારમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1721 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 1089.18 પોઈન્ટ સુધરી 74227.08 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 374.25 પોઈન્ટ ઉછળી 22535.85 પર બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડીમાં 7.42 લાખ કરોડની રિકવરી જોવા મળી હતી.  બીએસઈ મીડકેપ 1.87 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.18 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.

3093 શેરમાં સુધારો
સેન્સેક્સ પેકમાં આજે ટ્રેડેડ કુલ 4083 શેર પૈકી 3093 શેરમાં સુધારો અને 871 શેર ઘટાડા સાથે બંધ રહ્યા હતાં. 52 શેર વર્ષની ટોચે અને 54 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. એનર્જી, એફએમસીજી, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, રિયાલ્ટી શેરોમાં ઉછાળા સાથે ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યો હતો. 

શેરબજારમાં સુધારા પાછળના કારણો

અમેરિકા અને એશિયન બજારમાં મોટા ઉછાળાના કારણે આજે સ્થાનિક બજારમાં તેજી
આરબીઆઈની એમપીસી બેઠકમાં આવતીકાલે વ્યાજદર મામલે નિર્ણય લેવાશે, જેમાં રેપો રેટ 25 ટકા ઘટવાની શક્યતા છે. જેનાથી માર્કેટમાં સકારાત્મક વલણ જોવા મળ્યું છે. ટેરિફના કારણે ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. S

Related News

Icon