
3જી માર્ચે સોમવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી અસ્થિર વેપાર પછી નીચા સ્તરે બંધ થયા. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી વચ્ચે મજબૂત બજાર હિસ્સો ધરાવતા HDFC બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વેચાણ દબાણને કારણે બજારમાં ઘટાડો થયો.
30 શેરો વાળા બીએસઈ સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને 73,085 પર બંધ થયા જ્યારે એનએસઈ નિફ્ટી 5 પોઈન્ટ ઘટીને 22,119 પર બંધ થયા.
શેરબજારમાં ઘટાડાનું કારણ?
વૈશ્વિક સ્તર પર અનિશ્ચિતતાઓના કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની જાહેરાતને કારણે બજારમાં ગભરાટ છે. ઉપરાંત, ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસીના શેર સહિતના વિદેશી રોકાણકારો દ્વારા વેચવામાં આવતાં બજારને નીચે ખેંચ્યું હતું.
આજે શેરબજારમાં ઘટાડા માટે ઘણા કારણો છે. તેમાં વૈશ્વિક અર્થતંત્રની ચિંતા, સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં કરેક્શન, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીનો સમાવેશ થાય છે. આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે બંને સૂચકાંક લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરીમાં રોકાણકારોના 40 લાખ કરોડ ધોવાયા
ફેબ્રુઆરીમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં છેલ્લા મહિનામાં રૂ. 40 લાખ કરોડનો ઘટાડો થયો છે. 31 જાન્યુઆરીએ બજાર બંધ થયા પછી, બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 424,99,887 કરોડ હતું. 28 ફેબ્રુઆરીએ બજાર બંધ થયા બાદ તે રૂ. 384,60,048 કરોડ પર રહ્યું હતું.