Home / Business : Sensex fell by 1390 points,Investors lost Rs 3.49 crore

શેરબજારમાં ધડાકો/ રોકાણકારોના 3.49 કરોડ ધોવાયા, સેન્સેક્સ 1390 પોઈન્ટ તૂટ્યો, જાણો 4 મુખ્ય કારણો 

શેરબજારમાં ધડાકો/ રોકાણકારોના 3.49 કરોડ ધોવાયા, સેન્સેક્સ 1390 પોઈન્ટ તૂટ્યો, જાણો 4 મુખ્ય કારણો 

ભારતીય શેરબજારમાં સુધારાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. થોડા સમયના વધારા પછી, આજે બજાર ફરી તૂટી પડ્યું. બીએસઈ સેન્સેક્સ ૧૩૯૦.૪૧ પોઈન્ટ ઘટીને ૭૬,૦૨૪.૫૧ પર બંધ થયો. એ જ રીતે, NSE નિફ્ટી પણ 353.65 પોઈન્ટ ઘટીને 23,165.70 પોઈન્ટ પર બંધ થયો. આજે બજારમાં ચારે બાજુ વેચવાલી જોવા મળી હતી. બજારમાં ભારે ઘટાડાને કારણે આજે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું. 28 માર્ચે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4,12,87,646 કરોડ રૂપિયા હતું. આજે વેચવાલીને પગલે માર્કેટ કેપ ઘટીને રૂ. ૪,૦૯,૬૪,૮૨૧.૬૫ લાખ કરોડ થઈ ગયું. જે જોતાં આજે રોકાણકારોએ 3.49 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. હવે પ્રશ્ન એ થાય છે કે બજારમાં આટલો મોટો ઘટાડો થવા પાછળના કારણો શું છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બજારમાં ઘટાડો થવા પાછળના કારણો

ટ્રમ્પના ટેરિફનો ડર

શેરબજારના રોકાણકારો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવનાર ટેરિફથી ડરી રહ્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ 2 એપ્રિલથી ભારત સહિત ઘણા દેશો પર ટેરિફ વધારશે. આનાથી બજારમાં ચિંતાનો માહોલ છે. આની અસર આજે બજારમાં જોવા મળી. બજારમાં વેચવાલી વધુ જોવા મળતા શેરબજારને અસર પહોંચાડી.

IT શેરો ઉપર જોવા મળ્યું દબાણ 

અમેરિકન બજાર-આધારિત IT કંપનીઓના શેર આજે 1.8% ઘટ્યા હતા. ટેરિફ વધારાથી આર્થિક મંદી અને નબળી માંગ અંગે ચિંતાએ વધારો કર્યો છે. માર્ચ ક્વાર્ટરમાં આ ક્ષેત્રમાં પહેલાથી જ 15%નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. આની અસર આજે બજાર ઉપર જોવા મળી છે.

ક્રૂડના ભાવમાં ઉછાળો

કાચા ક્રૂડના ભાવ પાંચ અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરની નજીક રહ્યા છે, જેના લીધે ફુગાવામાં વધારો થવાની ચિંતા વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 74.67 ડોલર પ્રતિ બેરલ હતું, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) 71.37 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.  ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ ભારતની રાજકોષીય ખાધ અને કોર્પોરેટ માર્જિન પર દબાણ લાવી શકે છે.

તેજી પછી પ્રોફિટ બુકિંગ

નિફ્ટી અને સેન્સેક્સમાં છેલ્લા આઠ સત્રમાં લગભગ 5.4%નો વધારો થયો છે, જે વર્ષ માટે સકારાત્મક બન્યો છે. તાજેતરની તેજી બાદ રોકાણકારો નફો બુક કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શોર્ટ ટર્મ મૂલ્યાંકનમાં તીવ્ર વધારાને કારણે કેટલાક વેપારીઓ સાવધ બન્યા છે, જેના કારણે મોટા શેરોમાં વેચવાલી જોવા મળી છે.

Related News

Icon