Home / Business : Shares of companies plunge after announcement of strict guidelines on gold loans

ગોલ્ડ લોન પર આકરી ગાઈડલાઇનની જાહેરાત બાદ કંપનીઓના શેરમાં કડાકો

ગોલ્ડ લોન પર આકરી ગાઈડલાઇનની જાહેરાત બાદ કંપનીઓના શેરમાં કડાકો

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા ગોલ્ડ લોન પર વ્યાપક અને આકરી ગાઈડલાઈન્સ જારી કરવાની જાહેરાત સાથે ગોલ્ડ લોન કંપનીઓના શેર આજે કડડભૂસ થયા હતા. મુથૂટ ફાઈનાન્સ અને આઈઆઈએફએલ ફાઈનાન્સના શેર 10 ટકા સુધી તૂટ્યા હતા. મળપ્પુરમ ફાઈનાન્સ અને ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટના શેર્સ પણ 3 ટકાથી 5 ટકા સુધી તટ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આરબીઆઈએ શું કરી જાહેરાત

આરબીઆઈ ગવર્નરે ગઈકાલે જણાવ્યું હતું કે, કો-લેન્ડિંગનો વિસ્તાર વધારવામાં આવશે તેમજ તમામ રેગ્યુલેટેડ સંસ્થાઓને તેમાં આવરી લેવામાં આવશે. સાથે ગોલ્ડ લોન અને નોન-ફંડ આધારિત કંપનીઓ માટે ઝડપથી એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવામાં આવશે. સોનાના બદલામાં આપવામાં આવતી લોનનો ઉપયોગ માત્ર વપરાશ માટે નહીં, પરંતુ કમાણીના સાધન તરીકે થઈ રહ્યો છે. એવામાં વિભિન્ન પ્રકારની સંસ્થાઓ માટે એક સમાન  માપદંડ નિશ્ચિત કરવાની જરૂર છે. જેથી તેમની જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધારે નિયમો લાગુ કરી શકાય.

ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓના શેર કડડભૂસ

આરબીઆઈનાં ગોલ્ડ ફાઈનાન્સ મુદ્દે આકરા વલણની અસર શેરબજારમાં જોવા મળી હતી. સવારે 11.05 વાગ્યે મુથુટ ફાઈનાન્સનો શેર 10 ટકા ઘટી 2063 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આઈઆઈએફએલના શેર 8 ટકા અને મણપ્પુરમ ફાઈનાન્સના શેરમાં 3 ટકાનો કડાકો નોંધાયો હતો. ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટનો શેર 4.7 ટકા તૂટ્યો હતો. માર્કેટના ક્લોઝિંગ સેશનમાં પણ આ તમામ શેર્સ કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

બેન્કિંગ સેક્ટર પર પણ અસર

ગોલ્ડ લોનનું એક્સપોઝર ધરાવતી અમુક બેન્કો પર પણ અસર જોવા મળી હતી. ફેડરલ બેન્કનો શેર 1 ટકા તૂટ્યો હતો. જેની કુલ લોન બુકમાં ગોલ્ડ લોનનો હિસ્સો 15 ટકા છે. સીએસબી બેન્કનો શેર પણ 1 ટકા સુધી તૂટ્યો હતો. તેના કુલ પોર્ટફોલિયોમાં 40 ટકાથી વધુ હિસ્સો ગોલ્ડ લોનનો છે. આઈઆઈએફએલ ફાઈનાન્સના પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો 21 ટકા, મુથુટ ફાઈનાન્સમાં 50 ટકા અને મણપ્પુરમમાં 98 ટકા હિસ્સો છે.

 

Related News

Icon