Home / Business : The share of Rs 11 crossed 1200, got a return of Rs 1 crore on Rs 1 lakh

11 રૂપિયાનો શેર પહોંચ્યો 1200ને પાર, 1 લાખ પર મળ્યું 1 કરોડનું રિટર્ન 

11 રૂપિયાનો શેર પહોંચ્યો 1200ને પાર, 1 લાખ પર મળ્યું 1 કરોડનું રિટર્ન 

સારા શેરો રોકાણકારોને લાંબા ગાળે ઉત્તમ વળતર આપે છે. નીબે તે શેરોમાંથી એક હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ છેલ્લા 5 વર્ષમાં શેરબજારમાં 10934 ટકા વળતર આપ્યું છે. આ પેની સ્ટોકે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સારા શેરો રોકાણકારોને શાનદાર રિટર્ન આપે છે. નીબે નામની કંપનીનો શેર આમાંનો જ એક છે. કંપનીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 10,934 ટકાનું રીટર્ન આપ્યું છે. આ પેની સ્ટોકના રોકાણકારો કરોડપતિ બની ગયા છે. 

એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું 1.10 કરોડ રૂપિયા

પાંચ વર્ષ પહેલા 2020માં નીબેના શેરનો ભાવ રૂ. 11.60 હતો. જે હવે વધીને રૂ. 1280ના લેવલે પહોંચ્યો છે. જેના કારણે પોઝિશનલ રોકાણકારોને 10 હજાર ટકાથી વધુંનો ફાયદો મળ્યો છે. પાંચ વર્ષ પહેલા કોઇ રોકાાણકારે જો એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોય તો તેનું વળતર વધીને રૂ. 1.10 કરોડ થઇ ગયું છે. 

શોર્ટ ટર્મમાં આ શેર કરી રહ્યો છે સંઘર્ષ

આ શેરે ભલે લાંબા ગાળે શાનદાર વળતર આપ્યું, પરંતુ ટૂંકા ગાળે આ શેર સંઘર્ષ કરી રહેલો દેખાઇ રહ્યો ચે. વીતેલા એક વર્ષમાં આ મલ્ટીબૈગર શેર માત્ર નવ ટકાનું જ વળતર આપી રહ્યો છે. 2025નું વર્ષ આ શેર માટે ખરાબ સાબિત થઇ રહ્યું છે. કંપનીના શેરના ભાવમાં 30 ટકા સુધીનો ઘટાડો થયો છે. માત્ર ફેબ્રુઆરી મહીનામાં જ નીબેના શેરનો ભાવ 18 ટકા ઘટ્યો છે. કંપનીના શેરમાં સતત પાંચમાં મહીને ઘટાડો નોંધાઇ રહ્યો છે. 

નીબેનો 52 સપ્તહનો મહત્તમ ભાવ રૂ. 2245.40 અને બાવન સપ્તાહનો નીચામાં નીચો ભા રૂ. 1171 છે. બાવન સપ્તાહની ઉંચી સપાટીની સરખામણીએ આ શેર 43 ટકાના ભાવ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. બાવન સપ્તાહના નીચલા લેવલેથી આ શેર નવ ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. 

Related News

Icon