
ઘરેલુ શેરબજારમાં ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથઈ લઇ રહ્યો. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સોમવારે (24 ફેબ્રુઆરી) ભારતીય શેરબજાર ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયું હતું. ભૌગોલિક રાજકીય કટોકટી, યુએસની ધીમી આર્થિક વૃદ્ધિ અને ટેરિફની ચિંતા સહિત વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે સતત પાંચમા દિવસે બજાર નીચે ખેંચાયું હતું.
બીએસઇનો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ આજે 400 થી વધુ પોઈન્ટ ના ઘટાડા સાથે 74,893 ના સ્તર પર ખુલ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન તે 74,387.44 પોઈન્ટ પર સરકી ગયો હતો. અંતે, સેન્સેક્સ 856.65 પોઇન્ટ અથવા 1.14% ઘટીને 74,454.41 પર બંધ થયો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 પણ મોટા ઘટાડા સાથે 22,609 પર ખુલ્યો હતો. અંતે તે 242.55 પોઈન્ટ અથવા 1.06%ના ઘટાડા સાથે 22,553.35 પર બંધ રહ્યો હતો.
ટોચ ગુમાવનારા
સેન્સેક્સ કંપનીઓમાં એચસીએલ ટેક, ઝોમેટો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ અને એનટીપીસી મુખ્ય ઘટ્યા હતા.
ટોચના લાભકર્તાઓ
બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેંક, મારુતિ, નેસ્લે અને આઇટીસી લીડ પર રહેવામાં સફળ રહ્યા.
સોમવારે શેરબજારમાં ઘટાડાનું કારણ?
1. યુએસ અર્થતંત્રના ધીમા વિકાસ દરના ભય અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણની ચિંતાએ આજે રોકાણકારોને સૌથી વધુ પરેશાન કર્યા છે.
2. એચસીએલ ટેક, ટીસીએસ, ઇન્ફોસિસ જેવા શેરોમાં ઘટાડાને કારણે જેનું ઈન્ડેક્સમાં ભારે વેઇટેજ છે, બજાર પર દબાણ વધ્યું અને બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડામાં રહ્યા.
3. સોમવારે બજારોમાં ઘટાડાનું બીજું કારણ રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ અંગેની ચિંતાઓ હતી. રશિયાએ રવિવારે તેના સંપૂર્ણ પાયે આક્રમણની શરૂઆતથી યુક્રેન પર તેનો સૌથી મોટો સિંગલ ડ્રોન હુમલો કર્યો. બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું હતું.
રોકાણકારોને રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું છે
સોમવારે શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોને રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું છે. સોમવારે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 397,81,410 કરોડ થયું હતું. જ્યારે શુક્રવારે તે 402,95,043 કરોડ રૂપિયા હતો. આ રીતે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 5,13,633 કરોડનો ઘટાડો થયો છે.