Home / Business : This company of Anil Ambani will be sold by February 25

રાહ પૂરી... અનિલ અંબાણીની આ કંપની 25 ફેબ્રુઆરી સુધીમાં વેચાઈ જશે

રાહ પૂરી... અનિલ અંબાણીની આ કંપની 25 ફેબ્રુઆરી સુધીમાં વેચાઈ જશે

અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલના અધિગ્રહણની પ્રક્રિયા હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ મહિનાના અંત સુધીમાં કંપની સંપૂર્ણપણે વેચાઈ જશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) ને 25 ફેબ્રુઆરી સુધીમાં રિલાયન્સ કેપિટલનું અધિગ્રહણ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. આ બાબતને લગતા તમામ વિવાદો, ખાસ કરીને બાર્કલેઝ અને 360 વન જેવી ઉધાર આપતી કંપનીઓની ચિંતાઓનો પણ ઉકેલ લાવવામાં આવ્યો છે. અધિગ્રહણ પૂર્ણ કરવા માટે ફક્ત ડી-લિસ્ટિંગ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

25 ફેબ્રુઆરી સુધીમાં અધિગ્રહઅણ પૂર્ણ કરવાનો આદેશ

મુંબઈ સ્થિત NCLT બેન્ચે રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ અંગે IIHL દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી. ન્યાયિક સભ્ય વી.જી. બિષ્ટ અને ટેકનિકલ સભ્ય પ્રભાત કુમારની આગેવાની હેઠળની બેન્ચે 25 ફેબ્રુઆરી સુધીમાં કરાર પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થશે. આ કરારમાં સૌથી મોટી સમસ્યા ફંડ ફ્લો મિકેનિઝમ અંગે હતી. આ પદ્ધતિને કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) ના 89% લોકોએ મંજૂરી આપી હતી, પરંતુ બાર્કલેઝ અને 360 વન જેવા ઉધારદાતાઓએ તેનો વિરોધ કર્યો હતો. તેને ચિંતા હતી કે જો કોઈ કારણોસર સોદો રદ થશે તો તેણે ચૂકવેલા પૈસા પાછા કેવી રીતે મળશે.

IIHLના વકીલનો દાવો છે કે મામલો ઉકેલાઈ ગયો છે

IIHLના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે મામલો ઉકેલાઈ ગયો છે. ચુકવણી પ્રક્રિયા 25 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી શકાય છે, ફક્ત ડિલિસ્ટિંગ માટેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જો 25 ફેબ્રુઆરી સુધીમાં અધિગ્રહણ પૂર્ણ નહીં થાય, તો આ કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થશે. અગાઉ NCLT એ ફેબ્રુઆરી 2024માં IIHLના 9,861 કરોડ રૂપિયાના અધિગ્રહણ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અગાઉ IIHLએ કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) ને જાણ કરી હતી કે તે 31 જાન્યુઆરી 2025 સુધીમાં સોદો પૂર્ણ કરવા માંગે છે.

'અનવાઇન્ડિંગ ક્લોઝ' પર વિવાદ

બાર્કલેઝ અને 360 વન એ આ સોદા માટે 4,300 કરોડના બીજા હપ્તાના રૂપમાં નાણાકીય સહાય પૂરી પાડી હતી. તેમણે 'અનવાઇન્ડિંગ ક્લોઝ' ની માંગણી કરી હતી જેથી જો કોઈ સમસ્યા ઊભી થાય, તો સમગ્ર સોદો રદ કરી શકાય. જોકે, એડમિનિસ્ટ્રેટરના વકીલે દલીલ કરી હતી કે NCLTના અગાઉના નિર્ણયો મુજબ, એકવાર સમાધાન યોજના (Resolution Plan)  મંજૂર થઈ જાય, પછી તેને પાછો ખેંચી શકાતો નથી. હવે બાર્કલેઝ અને 360 વન આ શરત દૂર કરવા સંમત થયા છે, જેનાથી સોદાનો માર્ગ મોકળો થયો છે.

ભંડોળ અને ચુકવણીની સ્થિતિ

IIHL ના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સોદો પૂર્ણ કરવા માટે આઠ મુખ્ય મુદ્દાઓ સૂચવ્યા. ઓગસ્ટ 2024માં IIHL એ પહેલાથી જ ₹2,750 કરોડ જમા કરાવ્યા હતા અને વધારાના ₹3,000 કરોડ એસ્ક્રો એકાઉન્ટમાં મૂક્યા હતા. આ કુલ રકમના 58.93% છે. બાકીના  ₹4,300 કરોડ પણ તૈયાર છે, પરંતુ ભંડોળ પ્રવાહ પદ્ધતિનો અમલ કરવાની જરૂર હતી. હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.

 

Related News

Icon