
એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રદાન કરતી કંપની યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચિંગ લિમિટેડના આઇપીઓની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. કંપનીના શેર બીએસઇ પર રૂ. 1491ના ભાવે લિસ્ટ થયા હતા, જે રૂ. 785ના પ્રાઇસ બેન્ડ કરતાં 90% વધુ છે. યુનિમેક એરોસ્પેસ આઇપીઓના શેર એનએસઇ પર રૂ. 1460 પર લિસ્ટ થયો હતો. આ કિંમત ઇશ્યૂ કિંમત કરતા 86% વધારે છે.
યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગનો આઇપીઓ સોમવાર, 23 ડિસેમ્બરે અરજી માટે ખુલ્યો હતો. ઇશ્યૂ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર હતી. યુનિમેક એરોસ્પેસે તેના આઇપીઓ માટે શેર દીઠ રૂ. 745-785નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો.
યુનિમેક એરોસ્પેસના આઇપીઓની વિગતો
કંપનીએ 63,69,424 શેરના ફ્રેશ ઇશ્યુ અને રૂ. 5 પ્રતિ શેરના ફેસ વેલ્યુએ 531,84,712 શેરના વેચાણની ઓફર (ઓફર ફોર સેલ) દ્વારા રૂ. 500 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
ઓફર ફોર સેલમાં ભાગ લેનાર કંપનીના પ્રમોટરોમાં રામકૃષ્ણ કામોઝાલા, મણિ પી, રજનીકાંત બલરામન, પ્રીતમ એસવી અને રસ્મી અનિલ કુમારનો સમાવેશ થાય છે. પબ્લિક ઈસ્યુ માટે પ્રાઈસ બેન્ડ 745-785 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
લિસ્ટીંગ ગ્રે માર્કેટમાં પ્રવર્તતા ભાવ કરતા ઉંચા લેવલે લિસ્ટિંગ થયું
યુનિમેક એરોસ્પેસના આઇપીઓનું લિસ્ટિંગ ગ્રે માર્કેટમાં પ્રવર્તમાન પ્રીમિયમ કરતાં વધારે હતું. ગ્રે માર્કેટમાં, કંપનીના અનલિસ્ટેડ શેર રૂ. 625ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે ઈશ્યૂ કિંમત કરતાં 80% વધુ છે. તે જ સમયે, કંપનીના શેર 90%ના પ્રીમિયમ પર લિસ્ટ થયા છે.
પ્રોફિટ બુકિંગને કારણે યુનિમેક એરોસ્પેસમાં ઇન્ટ્રા ડેમાં ઘટાડો
બમ્પર લિસ્ટિંગ પછી, રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે યુનિમેક એરોસ્પેસના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10:30 વાગ્યે કંપનીના શેર 7.97% ઘટીને રૂ. 118.80 પ્રતિ શેર રૂ. 1372.20 પર ટ્રેડ કરી રહ્યા હતા.
વિશ્લેષકોનો અભિપ્રાય શું હતો?
બ્રોકરેજ ફર્મ એસબીઆઈ સિક્યોરિટીઝ અને બજાજ બ્રોકિંગે યુનિમેક એરોસ્પેસના આઈપીઓ માટે લાંબા ગાળાના રોકાણ માંટે અરજી કરવાની સલાહ આપી હતી.