Home / Business : To increase power generation capacity, maximum use of AI technology is necessary

Business: વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો, AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જરૂરી

Business: વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો, AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જરૂરી

- AI  કોર્નર

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના થઈ રહેલા વિસ્તરણને ધ્યાનમાં રાખી ટ્રમ્પ વહીવટીતંત્ર ઊર્જા પૂરવઠામાં વધારો કરવા યોજના તૈયાર કરી રહ્યું હોવાના અહેવાલ છે. ટેકનોલોજી ક્ષેત્રના બે મુખ્ય હરિફો અમેરિકા તથા ચીન એઆઈ મારફત પોતાની આર્થિક તથા લશકરી તાકાત વધારવા ઈરાદો ધરાવે છે. એઆઈ પાછળ જંગી માત્રામાં ડેટા પ્રોસેસિંગ વીજ પૂરવઠામાં ઝડપી વધારો માગી લે છે. વીજ પૂરવઠામાં વધારાને કારણે આ દેશોમાં વર્તમાન વીજ માળખા પરની તાણ વધી રહી હોવાની અહેવાલમાં નોંધ છે. અમેરિકા પોતાને ત્યાંના વીજ પૂરવઠા એકમોને ગ્રીડ સાથે જોડી દેવાનું સરળ બનાવી રહ્યું છે એટલું જ નહીં ડેટા સેન્ટર્સ ઊભા કરવા સરકારી જમીન પૂરી પાડવાનું પણ આસાન બનાવાઈ રહ્યું છે. એઆઈના વિકાસ માટે સરકાર કેવા પગલાં અને કાર્યક્રમો હાથ ધરી રહી છે તે અંગે જાહેર જનતાને જાણ પણ કરવામાં આવી રહી છે. જંગી-માત્રાના એઆઈ મોડેલ્સને તાલીમ પૂરી પાડવા વ્યાપક વીજની આવશ્યકતા રહે છે, ત્યારે એઆઈનો વિકાસ અમેરિકામાં દાયકાઓ સુધી ન જોવાઈ હોય તેવી વીજ માગમાં વધારો માગી રહ્યો છે. ૨૦૨૪થી પાંચ વર્ષમાં અમેરિકામાં વીજ માગમાં વધારો જે ૨૦૨૨માં અંદાજાયો હતો તે દર કરતા પાંચ ગણો રહેવાની ધારણાં મુકાઈ છે. 

નવા વીજ ઉત્પાદન એકમો ઊભા કરવા અને તેને ગ્રીડ સાથે જોડી દેવા એક પડકારરૂપ કામગીરી છે. કારણ કે આવા પ્રકારના પ્રોજેકટસ માટે વિસ્તૃત ઈમ્પેકટ સ્ટડીઝ ની આવશ્યકતા રહે છે, જે પૂરા થવામાં વર્ષો લાગી જાય છે. 

ભારતની વાત કરીએ તો એઆઈ બજાર હાલના સ્તરેથી ૨૦૨૭ સુધીમાં ત્રણ ગણી વધી ૧૭ અબજ ડોલર પહોંચવાની ધારણાં રાખવામાં આવી રહી છે. ટેકનોલોજી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટમાં વધારો તથા ડિજિટલ ક્ષેત્રના વધી રહેલા વ્યાપને કારણે બજાર કદમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિશ્વની એઆઈ ટેલેન્ટમાંથી  ૧૬ ટકા ટેલેન્ટ ભારતમાં જોવા મળી રહી છે જે અમેરિકા બાદ બીજા ક્રમે છે. ઊંચી લોકસંખ્યા તથા ટેકનોલોજી ક્ષેત્રની મજબૂત શિક્ષણ વ્યવસ્થા ભારતને એઆઈના વિકાસ માટેની તકો પૂરી પાડી રહી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટમાં ભારતમાં છ લાખ જેટલા એઆઈ વ્યવસાયિકો હાજરી ધરાવી રહ્યા છે અને ૭૦ કરોડ લોકો ઈન્ટરનેટનો વપરાશ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં ૨૦૦૦થી વધુ એઆઈ સ્ટાર્ટઅપ્સ લોન્ચ થયા છે. 

ભારતમાં ખાનગી ઉપરાંત જાહેર ડિજિટલ માળખા જેમ કે આધાર, યુપીઆઈ, ડીજી લોકર  વિવિધ ઉદ્યોગોમાં એઆઈ જોડાણ માટે વિપુલ સ્તર પૂરા પાડે છે. ઈન્ટરનેટ વપરાશકારોના ઊંચા સ્તર અને સ્માર્ટફોનના વ્યાપક સ્વીકાર સાથે ભારતમાં ડેટાના વિપુલ વોલ્યુમ્સ ઊભા થાય છે જે એઆઈ મોડેલ્સને તાલીમ પૂરી પાડવા માટેનું ઈંધણ છે. 

વર્તમાન વર્ષમાં ભારત ૪૫ નવા ડેટા સેન્ટર્સ ઊભા કરવાની યોજના ધરાવે છે જે હાલના ૧૫૨ સેન્ટર્સના માળખામાં વધારાની ૧૦૧૫ મેગવોલ્ટ વીજનો વપરાશ વધારશે. એઆઈના વિકાસ સાથે ભારતમાં વીજ માગમાં વધારો તોળાઈ રહ્યો છે ત્યારે ભારતની વીજ સ્થાપિત ક્ષમતામાં તે પ્રમાણે વધારો થતો જોવા મળતો નથી. 

એઆઈમાં વૈશ્વિક આગેવાન બનવા તરફ ભારત મહત્વકાંક્ષા ધરાવે છે ત્યારે હાલમાં આવેલા એક અહેવાલમાં એઆઈ માટે આવશ્યક માળખાકીય સુવિધાનો અભાવ ભારતને આ મહત્વકાંક્ષા સિદ્ધ કરવામાં નડતરરૂપ બની શકે એમ હોવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે. સદર રિપોર્ટ પ્રમાણે એઆઈના વિકાસ માટે ભારતને ડેટા સેન્ટર માટે અંદાજે પાંચ કરોડ ચોરસ ફૂટ જગ્યા સાથોસાથ આગામી પાંચ વર્ષમાં જંગી માત્રામાં વધારાની વીજળીની આવશ્યકતા રહેશે. વૈશ્વિક ડેટાના વીસ ટકા ડેટા જનરેટ કરતું હોવા છતાં વૈશ્ચિક ડેટા સેન્ટર ક્ષમતાની માત્ર ૩ ટકા ક્ષમતા જ ભારત ધરાવે છે. વિકસિત દેશોની સરખામણીએ ડેટા સેન્ટરના વિકાસ માટે જમીન તથા શ્રમિકોની બાબતમાં ભારત ખર્ચની દ્રષ્ટિએ સાનુકૂળતા ધરાવતું હોવા છતાં મોટા સ્તરના ડેટા સેન્ટર્સ માટે જમીન સંપાદનની કામગીરી ધીમી અને જટિલ  જોવા મળે છે.  જનરેટિવ એઆઈ (જનએઆઈ) મોડેલ્સ વ્યાપક કોમ્પ્યુટિંગ પાવર અને સ્ટોરેજ માગી લે છે  ત્યારે એઆઈ ટેકનોલોજી માટે ભારતના વીજ  પૂરવઠા સહિતના વર્તમાન માળખા અપૂરતા અને વૈશ્વિકસ્તરના નથી. ૨૦૩૦ સુધીમાં દેશની ડેટા સેન્ટર ક્ષમતામાં ૪૪ ટકા ચક્રવૃદ્ધિનો રિપોર્ટમાં અંદાજ  મુકાઈ રહ્યો છે પરંતુ એઆઈ ડેટા સેન્ટર જંગી માત્રામાં વીજ પૂરવઠો માગી લે છે. લાર્જ લેન્ગવેજ મોડેલ્સની તાલીમમાં પ્રતિ મોડેલ ૫૦૦ મેગાવોટ અવર્સ સુધીની વીજનો ઉપયોગ થાય છે, જે અમેરિકામાં ૧૫૦ ઘરોના મહિનાની વીજ વપરાશ જેટલો છે. વિશ્વભરમાં બિન-પ્રદૂષિત એવી રિન્યુએબલ ઊર્જાના ઉપયોગ  પર ભાર અપાઈ  રહ્યો છે ત્યારે ભારત હજુપણ મોટી માત્રાની વીજ માગ બિન-રિન્યુએબલ ઊર્જા મારફત સંતોષે છે. નવી ટેકનોલોજીમાં વૈશ્વિક આગેવાન બનવાનો ટાર્ગેટ ધરાવતા ભારતે એઆઈને કારણે વીજ માગમાં થનારા સૂચિત વધારાને રિન્યુએબલ ઊર્જા મારફત સંતોષવાનું જરૂરી બની રહે છે. આ માટે રિન્યુએબલ ઊર્જા પહેલો પર રાષ્ટ્રીય નીતિ, ગ્રીડ મોર્ડનાઈઝેશન અને કેપ્ટિવ વીજ માળખા માટે રિપોર્ટમાં ભાર અપાયો છે.

રિન્યુએબલ ઊર્જામાં ભારતની સ્થાપિત ક્ષમતા નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ૨૨૦ ગીગા વોટ પહોંચી હતી, જેમાં સોલાર વીજનો હિસ્સો ૪૮ ટકા અને પવન ઊર્જાનો ૨૩  ટકા હતો. વધી રહેલી વીજ માગને જોતા એકંદર સ્થાપિત ક્ષમતામાં રિન્યુએબલનો ઉમેરો ધીમો જોવા મળી રહ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. એઆઈ ક્ષેત્રે આગેવાન બનવાના ધ્યેયને સિદ્ધ કરવા ભારતે પહેલા પ્રાથમિક જરૂરિયાત એવી વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનો રહેશે.

Related News

Icon