Home / Business : Trump's luxury project in Gurgaon sold out on the first day of its launch

ગુડગાંવમાં ટ્રમ્પનો લક્ઝરી પ્રોજેક્ટ લોન્ચના પહેલા દિવસે જ વેચાઈ ગયો

ગુડગાંવમાં ટ્રમ્પનો લક્ઝરી પ્રોજેક્ટ લોન્ચના પહેલા દિવસે જ વેચાઈ ગયો

ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવર્સનો બીજો પ્રોજેક્ટ જે નિર્માણાધીન છે, તે સંપૂર્ણપણે વેચાઈ ગયો છે, ડેવલપર્સ - સ્માર્ટવર્લ્ડ ડેવલપર્સ અને ટ્રિબેકા ડેવલપર્સ એ મંગળવારે જાહેરાત કરી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેમણે કહ્યું કે લોન્ચના દિવસે ટ્રમ્પ રેસિડેન્સ ગુડગાંવમાં અભૂતપૂર્વ રૂ. 3250 કરોડની ફાળવણી નોંધાઈ હતી. આ પ્રોજેક્ટના અલ્ટ્રા-પ્રીમિયમ પેન્ટહાઉસ જેની કિંમત 125 કરોડ રૂપિયા છે, તે પણ સંપૂર્ણપણે ફાળવવામાં આવ્યા છે.

રહેણાંક મિલકતના પ્રતિ યુનિટ રૂ. 8 કરોડથી રૂ. 15 કરોડની કિંમતના આ ડેવલોપીંગ પ્રોજેક્ટના 298 ઘરો રેકોર્ડ સમયમાં વેચાઈ ગયા, જે ભારતમાં બ્રાન્ડેડ, અતિ-લક્ઝરી જીવનશૈલીની વધતી માંગનો સંકેત આપે છે. આ પ્રોજેક્ટમાં 51 માળના બે ટાવરનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ ઉત્તર ભારતમાં બીજો ટ્રમ્પ-બ્રાન્ડેડ રહેણાંક વિકાસ છે. ડેવલપર્સે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુરુગ્રામમાં 2018 માં લોન્ચ કરાયેલ પ્રથમ ટ્રમ્પ ટાવર્સ દિલ્હી એનસીઆર પણ સંપૂર્ણપણે વેચાઈ ગયું છે અને આ મહિનાના અંતમાં ડિલિવરી માટે તૈયાર છે.

સ્માર્ટવર્લ્ડ ડેવલપર્સના સ્થાપક પંકજ બંસલે જણાવ્યું હતું કે "ટ્રમ્પ રેસિડેન્સને મળેલો અસાધારણ પ્રતિસાદ ભારતમાં વિશ્વસ્તરીય જીવનની આકાંક્ષાનો પુરાવો છે. સ્માર્ટવર્લ્ડને આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટના વિતરણનું નેતૃત્વ કરવાનો ગર્વ છે અને અમે અમારા ખરીદદારોનો અમારા વિઝનમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માનીએ છીએ."

ટ્રિબેકા ડેવલપર્સના સ્થાપક કલ્પેશ મહેતાએ જણાવ્યું હતું કે "ટ્રમ્પ રેસિડેન્સ ગુરુગ્રામ માત્ર એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નથી - તે ભારતના લક્ઝરી માર્કેટ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. પહેલા દિવસે રૂ. 3250 કરોડનું વેચાણ તેને દેશના અત્યાર સુધીના સૌથી મોટા લક્ઝરી સોદાઓમાંનો એક બનાવે છે."

હાલમાં ટ્રમ્પની પાંચ બહુમાળી લક્ઝરી રહેણાંક મિલકતો છે, જેમાં મુંબઈ, પુણેમાં એક-એક, ગુરુગ્રામ અને કોલકાતામાં બે-બેનો સમાવેશ થાય છે. કલ્પેશ મહેતાની કંપની ટ્રિબેકા 13 વર્ષથી ભારતમાં ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનની ભાગીદાર છે. મહેતા ટ્રમ્પ પરિવારની ખૂબ નજીક હોવાનું કહેવાય છે, જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે પ્રતિષ્ઠિત વ્હાર્ટન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

ગુરુગ્રામમાં બીજા ટ્રમ્પ ટાવરના તાજેતરમાં લોન્ચિંગ પ્રસંગે કલ્પેશ મહેતાએ જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અથવા એરિક ટ્રમ્પ ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવરના વિકાસના સાક્ષી બનવા માટે ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે.

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અગાઉ 2018 અને 2022 માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આગામી મુલાકાતની પુષ્ટિ કરતા સ્માર્ટ વર્લ્ડ ડેવલપર્સના પ્રમોટર પંકજ બંસલે જણાવ્યું હતું કે, "અમે સમયપત્રક પર કામ કરી રહ્યા છીએ અને આશા છે કે બે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અથવા એરિક ટ્રમ્પ ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવરની મુલાકાત લેવા માટે ભારત આવશે."

 

 

Related News

Icon