Home / Business : trusts and religious institutions will not get tax exemption if this rule is violated

ITR-7નું નવું ફૉર્મ જાહેર, જો આ નિયમનો ભંગ કર્યો તો ટ્રસ્ટો-ધાર્મિક સંસ્થાને નહીં મળે વેરા માફી

ITR-7નું નવું ફૉર્મ જાહેર, જો આ નિયમનો ભંગ કર્યો તો ટ્રસ્ટો-ધાર્મિક સંસ્થાને નહીં મળે વેરા માફી

આવકવેરા ધારાની કલમ 13એમાં કરવામાં આવેલી જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો છે કે નહીં. તે જાણવા માટે અને તેનો ભંગ કર્યો હોય તો વેરા માફીના લાભ ન આપવાનો નિર્ણય લઈ શકાય તે માટે આવકવેરા ધારા હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાઓએ ભરવાના થતા નવું ફોર્મ આઈટીઆર 7 બહાર પાડી દીધુ છે. નવમી મેએ આ ફોર્મ બહાર પાડવાની જાહેરાત કરી હતી. કાયદાકીય જોગવાઈનું ઉપરછલ્લું પાલન કરીને વેરા માફીની જોગવાઈઓનો લાભ કોઈપણ ન ઊઠાવી જાય તે હેતુથી આ સુધારાઓ કરવામાં આવ્યા છે. વેરા માફી મેળવવા માટે તેમણે કરેલા ખર્ચની વ્યવસ્થિત વિગતો આપવી પડશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આઈટીઆર-7માં જ રિટર્ન ફાઈલ કરવું પડે છે

ચેરીટેબલ ટ્રસ્ટ, ધાર્મિક સંસ્થાઓ, રોજકીય પક્ષો, સંશોધન કરતી સંસ્ધાઓએ ભરવાના થતાં આવકવેરા રિટર્નનું ફોર્મ નંબર 7 સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે નવમી મેએ બહાર પાડી દીઘું છે. તેમાં કેટલાક સુધારાઓ પણ દાખલ કર્યા છે. આવકવેરા ધારા 1961માં જુદી જુદી કલમો હેઠળ માાફી મેળવતી તમામ સંસ્થાઓને ફોર્મ 7માં રિટર્ન ફાઈલ કરવાનું આવે છે.

આવકવેરા ધારાની કલમ 11, 12, 10 (23 સી) અને 13 એ હેઠળ વિશેષ લાભો આ સંસ્થાઓ મેળવે છે. આકારણી વર્ષ 2025-26નું રિટર્ન ફાઈલ કરવા માટે આ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. સેબી અને એફસીઆરએ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓએ પણ આઈટીઆર-7માં જ રિટર્ન ફાઈલ કરવું પડે છે. આ ફોર્મ ભરીને વેરામાફી માટેની શરતોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે સ્પષ્ટ કરવાનું હોય છે. 

આઈટીઆર-7 ભરનારાઓએ એકત્રિત કરેલી આવક, આવકના ભંડોળનો ઉપયોગ ઉપરાંત વેરા માફીના લાભ મેળવવા માટેની શરતોનું પાલન કર્યું છે કે નહીં તેની સ્પષ્ટતા આ ફોર્મમાં કરવાની હોય છે. આ કેટેગરીમાં આપતા ટેક્સ પ્રોફેશનલ્સ અને સંસ્થાઓએ નવા ફોર્મમાં માગેલી વિગતોનો અભ્યાસ કરીને જ રિટર્ન ફાઈલ કરવું પડશે. 

Related News

Icon