Home / Business : vbxc cvxbcvxbfdgsdfg

business plus icon added

business plus icon added

Source : xcvbxcv

VIDEO: 'સ્માર્ટ બ્રા' ફક્ત ફિંગર પ્રિન્ટ દ્વાર જ ખોલી શકાશે, જાપાનના વિદ્યાર્થીની નવી શોધજાપાનમાં એક સ્ટુડન્ટ દ્વારા એન્ટી-ચીટિંગ એટલે કે એક સ્માર્ટ બ્રા લોન્ચ કરવામાં આવી છે. એના કારણે દુનિયાભરના લોકો એમાં રસ દેખાડી રહ્યાં છે. જાપાનના સ્ટુડન્ટનો આ વિચાર ખૂબ જ અદ્વિતીય છે, પરંતુ આ એક ઇનોવેશન જરૂર છે. આ સ્માર્ટ બ્રાને ફક્ત જે-તે મહિલાના પાર્ટનર દ્વારા જ ખોલી શકાશે. એમાં બાયોમેટ્રિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝાવાવર્ક્સ નામના એક ક્રિએટર દ્વારા આ વીડિયો ઑનલાઇન શેર કરવામાં આવ્યો હતો જેમાં સ્માર્ટ બ્રા જોવામાં આવી રહી છે. એમાં ટ્રેડિશનલ હૂકની જગ્યાએ ફિંગરપ્રિન્ટ સેન્સર મૂકવામાં આવ્યું છે. આ ફિંગરપ્રિન્ટ બાદ જ બ્રા ખુલી શકે છે. આથી સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ કહી રહ્યાં છે કે ‘હવે ફક્ત બોયફ્રેન્ડ જ આ બ્રા ખોલી શકશે.’

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેવી રીતે કામ કરે છે આ સ્માર્ટ બ્રા?

બાયોમેટ્રિક લોક: આ બ્રામાં જે જગ્યા પર હૂક આવે છે ત્યાં બાયોમેટ્રિક લોક મૂકવામાં આવ્યું છે. આથી યુઝર દ્વારા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કર્યા બાદ જ આ હૂક ઓપન થશે.

પાર્ટનર ઓથેન્ટિકેશન: આ બ્રાને ફક્ત એના ઉપયોગ કરનાર મહિલાના પાર્ટનરની ફિંગરપ્રિન્ટ માટે જ બનાવવામાં આવ્યું છે. આથી આ સ્માર્ટ બ્રા યુઝરની ફિંગરપ્રિન્ટને ઓથેન્ટિકેટ કરશે ત્યાર બાદ જ એ ઓપન થશે.વિયેરેબલ ડિવાઇસની ટેક્નોલોજી: સ્માર્ટફોન અને સિક્યોરિટી ડિવાઇસની સાથે વિયેરેબલ ડિવાઇસમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જ ટેક્નોલોજી આ બ્રામાં પણ ઉપયોગ કરવામાં આવી છે. ફરક એટલો છે કે કોઈ વ્યક્તિએ એને બ્રામાં રાખવાનું વિચાર્યું. થોડા દિવસોમાં પુરુષોના કપડાંમાં પણ હવે જોવા મળે તો નવાઈ નહીં.

સોશિયલ મીડિયા પર રિએક્શનઆ ઇનોવેશન દુનિયાભરમાં તરત જ વાયરલ થયું છે. X અને ઇન્સ્ટાગ્રામ પર એની ખૂબ જ વાત કરવામાં આવી રહી છે. લોકોને એમાં કૂતુહલ થઈ રહ્યું છે. ઘણાં યુઝર્સ આ વ્યક્તિની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યાં છે તો બીજી તરફ ઘણી વ્યક્તિ થોડા પ્રેક્ટિકલ બની વાત કરી રહ્યાં છે. તેમ જ તેના પાર્ટનર પર શંકાને સ્થાન ન હોવું જોઈએ વગેરે જેવી વાતો કરી રહ્યાં છે. આ ટેક્નોલોજી બાદ હવે જેકેટથી લઈને જીમની બેગ સુધી અને પેન્ટથી લઈને દરેક વસ્તુમાં બાયોમેટ્રિક લોકનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

ફેશન અને ટેક્નોલોજી

એન્ટી-ચીટિંગ બ્રા એક ઇનોવેશન છે અને એને મજાકમાં લેવામાં આવી રહ્યું છે. જોકે હવે ફેશનમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધુ થતો જોવા મળશે. એક સમય હતો જ્યારે સેન્સર ખૂબ જ મોંઘા હતા, પરંતુ હવે એ ખૂબ જ સસ્તા હોવાથી એનો ઉપયોગ હવે કપડામાં કરવામાં આવે તો નવાઈ નહીં. ઇલેક્ટ્રોનિક્સમાં જોવા મળતી ટેક્નોલોજી હવે ફેશનમાં જોવા મળે એ દિવસ દૂર નથી.

સ્માર્ટ ક્લોથિંગનું ભવિષ્ય

આ સ્ટુડન્ટ દ્વારા એન્ટી-ચીટિંગ બ્રા બનાવવામાં આવી છે, પરંતુ એના પ્રોડક્શન વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી. જોકે તે આ પ્રોડક્શન નહીં કરે તો પણ દુનિયાને હવે આ વસ્તુ શક્ય છે એની ખબર થઈ ગઈ છે. આથી ભવિષ્યમાં હવે ઘણાં કપડાંમાં આ પ્રકારની ટેક્નોલોજી જોવા મળી શકશે. એમાં પર્સનલ સિક્યોરિટીનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. આથી હવે ભવિષ્યમાં સ્માર્ટ ક્લોથિંગ માટે તૈયાર રહેવું. 


Icon